ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેપ્ટન વિક્રમ બત્રાના એ શબ્દો આજે 25 વર્ષે પણ લોકો યાદ કરે છેઃ જાણો ભારતના આ વીર વિશે

Text To Speech
  • કારગિલ યુદ્ધમાં ભારત જીત્યું અને પાકિસ્તાન હાર્યું હતું, કેપ્ટન વિક્રમ બત્રાએ આ યુદ્ધ જીતવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી, આવો જાણીએ વિક્રમ બત્રાની બહાદુરીની કહાની

HD ન્યૂઝ ડેસ્ક, 7 જુલાઈ: “ચિંતા ન કરો. હું જીતીને, તિરંગો લહેરાવીને આવીશ અને નહીં તો જાતે તિરંગામાં લપેટાઈને આવીશ. પણ પાછો આવીશ ખરો.” આ શબ્દો છે કેપ્ટન વિક્રમ બત્રાના. કારગિલ યુદ્ધ વર્ષ 1999માં શરૂ થયું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે. આ યુદ્ધમાં કેપ્ટન વિક્રમ બત્રા શહીદ થયા હતા. કેપ્ટન વિક્રમ બત્રા જમ્મુ કાશ્મીર રાઈફલ્સની 13મી બટાલિયનમાં કેપ્ટન તરીકે તૈનાત હતા. કારગિલ યુદ્ધમાં ભારતનો આ સંઘર્ષ ઓપરેશન વિજય તરીકે ઓળખાય છે. તે કારગિલ જિલ્લા અને એલઓસીની સાથે અન્ય ઘણી જગ્યાએ એક સાથે લડવામાં આવી હતી, ત્યારે જ ભારતીય સેનાએ આ યુદ્ધ જીત્યું હતું. આ યુદ્ધ જીતવામાં કેપ્ટન વિક્રમ બત્રાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

સૈનિકને બચાવવામાં લાગી ગોળી

વિક્રમ બત્રાની બટાલિયન 7 જુલાઈ 1999ના રોજ પાકિસ્તાની સેના દ્વારા કબજે કરવામાં આવેલ એક મહત્વપૂર્ણ શિખરને જીતવાના ઈરાદા સાથે આગળ વધે છે. આ દરમિયાન તેમની બટાલિયનને ભારે ગોળીબારનો સામનો કરવો પડે છે. વિક્રમ બત્રા તેમની ટીમનું નેતૃત્વ કરીને સફળતાપૂર્વક શિખર સર કરે છે. આ દરમિયાન વિક્રમ બત્રાના સાથી સૈનિક રાઈફલમેન સંજય કુમારને ગોળી વાગે છે અને તે ગંભીર રીતે ઘાયલ છે.

વિક્રમ બત્રાએ કારગીલમાં અપાવ્યો વિજય

વિક્રમ બત્રાના સાથી સૈનિકને ગોળી વાગતા કોઈની પણ પરવા કર્યા વગર તેમની મદદ માટે આગળ આવે છે. તેનો સાથી સંજય કુમાર ખુલ્લી ટેકરી પર ફસાયેલો હતો. કોઈપણ ખચકાટ વિના બત્રાએ પાછા જઈને તેમને બચાવવાનું નક્કી કર્યું. ખતરનાક સંજોગોમાં, તે ભારે ગોળીબાર વચ્ચે સંજય કુમાર સુધી પહોંચવામાં સફળ થાય અને તેને ત્યાંથી સફળતાપૂર્વક બચાવી લે છે. જોકે, ટેકરી પરથી નીચે ઉતરતી વખતે કેપ્ટન બત્રાને ગોળી વાગી હતી અને ઈજા થઈ હતી. આ પછી પણ તેમણે લડાઈ ચાલુ રાખી. પરંતુ અંતે તે શહીદ થયા હતા. તમને જણાવી દઈએ કે વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1974ના રોજ હિમાચલ પ્રદેશના પાલમપુરમાં થયો હતો. તેમના જીવન પર એક ફિલ્મ પણ બની છે.

આ પણ વાંચો: કાશ્મીરના કુલગામમાં 5 આતંકી ઠાર મરાયા: 2 જવાન શહીદ, રાજૌરીમાં આર્મી કેમ્પ પર થયો હુમલો

Back to top button