નેશનલ

ઠંડીમાં વહેલી સવારથી લોકો મકરસંક્રાંતિનું સ્નાન કરવા માટે પહોંચ્યા ગંગા અને નર્મદાના ઘાટ પર

દેશભરમાં આજે મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન ગંગાનદીના વિવિધ ઘાટો પર સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયા છે. જેમાં ઉત્તર પ્રદેશમાં પણ મકરસંક્રાંતિના અવસરે વારાણસીમાં ભક્તોએ ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું તો પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં મકરસંક્રાંતિના અવસર પર, ભક્તોએ ગંગાસાગરમાં પવિત્ર સ્નાન કર્યું.

આ ઉપરાંત વહેલી સવારે કડકડતી ઠંડીમાં પ્રયાગરાજમાં સૂર્યદેવની ઉત્તરાયણ (મુહૂર્ત 3.01 કલાકે) સાથે લોકો પવિત્ર સંગમમાં પુણ્યની ડૂબકી લગાવતા જોવા મળ્યા. ગંગાના બર્ફીલા પાણીમાં હાથ જોડીને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. તો બજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મકરસંક્રાંતિના અવસર પર ગોરખનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

આ તહેવાર દેશભરમાં અલગ-અલગ નામો અને સ્વરૂપોમાં ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિને ઉત્તર ભારતમાં ખીચડી તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે.મધ્યપ્રદેશમાં પણ મકરસંક્રાંતિના અવસર પર ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

પ્રયાગરાજમાં પોલીસ અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ, જિલ્લા ગુના નિવારણ સમિતિ અને સ્કાઉટ ગાઈડ કેડેટ્સ પણ સંગમ નાકે જવાબદારી સંભાળી રહ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર સવારના સાત વાગ્યા સુધી અઢી લાખ લોકોએ સ્નાન કર્યું છે. શનિવારે પણ માઘ મેળા વિસ્તારમાં મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરવામાં આવ્યું હતું. પ્રશાસને આ દિવસે 14 લાખ 20 હજાર લોકોએ સ્નાન કરવાનો દાવો કર્યો હતો.

મકરસંક્રાંતિ પર્વ પર પવિત્ર નદીમાં સ્નાનનું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા નદીના સેઠાણી ઘાટે પહોંચ્યા હતા. સાથે જ દાનનું વિશેષ મહત્વ હોવાથી ઘાટ પર બેઠેલા સાધુઓને દાન આપ્યું હતું.

નર્મદા નદીમાં સ્નાન Hum Dekhenege News

આ ઉપરાંત અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢથી આવતા ભક્તોએ પણ સ્નાનનો લાભ લીધો અને ભગવાનના સ્થળોએ પૂજા-અર્ચના કરી હતી. સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીએ પણ ઉજવવામાં આવ્યો હતો, પરંતુ ધાર્મિક વિદ્વાનોના જણાવ્યા અનુસાર, મકરસંક્રાંતિનો તહેવાર રવિવારે પણ ઉજવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : ઓડિશામાં મકરસંક્રાંતિના મેળામાં ભાગદોડ, 4 લોકોના મોત

Back to top button