આ રાશિના લોકો ખાસ કરે કૃષ્ણ ઉપાસના, આ છે શ્રીકૃષ્ણની ફેવરિટ રાશિઓ
- જન્માષ્ટમીના શુભ અવસર પર જાણો કે કૃષ્ણ ભગવાનની ફેવરિટ રાશિઓ કઈ છે અને કઈ રાશિના લોકોએ કૃષ્ણ ઉપાસના ખાસ કરવી જોઈએ
HD ન્યુઝ ડેસ્કઃ દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. તે કૃષ્ણની જન્મજયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ તહેવાર બે દિવસ સુધી ઉજવવામાં આવે છે. પ્રથમ દિવસે ગૃહસ્થો જન્માષ્ટમીની ઉજવણી કરે છે અને બીજા દિવસે વૈષ્ણવ સંપ્રદાયના લોકો જન્માષ્ટમીની ઉજવણી કરે છે. આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટે ઉજવવામાં આવશે. જ્યોતિષમાં 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક રાશિ પર કોઈને કોઈ ભગવાન અથવા દેવીના વિશેષ આશીર્વાદ હોય છે. જન્માષ્ટમીના શુભ અવસર પર જાણો કે કૃષ્ણ ભગવાનની ફેવરિટ રાશિઓ કઈ છે અને કઈ રાશિના લોકોએ કૃષ્ણ ઉપાસના ખાસ કરવી જોઈએ.
વૃષભ (બ,વ,ઉ)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ ભગવાન કૃષ્ણની પ્રિય રાશિઓમાંની એક છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણની કૃપાથી આ રાશિના લોકો પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરે છે. આ રાશિના લોકો મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સારી રીતે હેન્ડલ કરી શકે છે.
કર્ક (ડ,હ)
કર્ક રાશિના લોકો પર ભગવાન કૃષ્ણની કૃપા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ રાશિના જે લોકો નિયમિત રીતે ભગવાન કૃષ્ણની પૂજા કરે છે તેમને જીવનમાં કોઈ વસ્તુની કમી રહેતી નથી.
સિંહ (મ,ટ)
ભગવાન કૃષ્ણને સિંહ રાશિ ખૂબ જ પસંદ છે. આ રાશિના લોકો હિંમતવાન અને બહાદુર હોય છે. એવું કહેવાય છે કે નિયમિત રીતે કૃષ્ણની પૂજા કરવાથી આ રાશિના લોકોને તેમના કામમાં સફળતા મળે છે. બગડેલું કામ પૂર્ણ થાય છે
તુલા (ર,ત)
તુલા રાશિના લોકો પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા હોય છે. તે પણ શ્રી કૃષ્ણની પ્રિય રાશિઓમાંની એક છે. એવું કહેવાય છે કે આ રાશિના જાતકોને ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી શુભ ફળ મળે છે.
આ પણ વાંચોઃ જન્માષ્ટમી પર આ વખતે જયંતી સહિત રોહિણી યોગ, જાણો શુભ મુહૂર્ત