ટ્રેન્ડિંગધર્મ

આ રાશિના લોકો સરળતાથી બોલી શકે છે જુઠઃ આ લોકો પકડાઇ જાય છે

  • જુઠ્ઠુ બોલવા પાછળ રાશિનો પ્રભાવ પણ કારણભૂત છે
  • મિથુન રાશિના લોકો જુઠ્ઠુ બોલવામાં પહેલા નંબરે આવે છે
  • ધન અને મકર રાશિના લોકો જુઠ્ઠુ બોલવા જતા પકડાઇ જાય છે

આપણે મજાક મસ્તીમાં આપણા કોઇ મિત્રોને ફેંકુ કહી દેતા હોઇશું. આમ તો જુઠ્ઠુ બોલવુ કે ફેંકુ બનવુ એ પણ એક કળા જ છે, જે દરેક લોકો કરી શકતા નથી. કેટલાક લોકો પકડાઇ જાય છે, તો કેટલાક ખૂબ જ સરળતાથી એવી રીતે જુઠ્ઠુ બોલી શકે છે કે સામેવાળી વ્યક્તિ તેને સાચુ સમજી લે છે. આ બાબતે રાશિનો પ્રભાવ પણ કારણભૂત હોઇ શકે છે. અમુક રાશિના લોકો જુઠુ બોલવામાં પારંગત હોય છે. જાણો કઇ રાશિના લોકો સરળતાથી જુઠ બોલી શકે છે.

આ રાશિના લોકો સરળતાથી બોલી શકે છે જુઠઃ આ લોકો પકડાઇ જાય છે hum dekhenge news

મેષ રાશિ

મેષ રાશિના લોકો જુઠ્ઠુ બોલવામાં વિશ્વાસ રાખતા નથી, પરંતુ જો એવી પરિસ્થિતિ આવે તો તેમના માટે જુઠ્ઠુ બોલવુ કોઇ મોટી વાત નથી. ડેટ જેવી નાની નાની વાત કે પછી કોઇ પણ મોટી વાતમાં તેઓ જુઠ બોલી શકે છે.

વૃષભ

વૃષભ રાશિના લોકો ખાસ કરીને ખુદને કોઇ સમસ્યાની સ્થિતિમાં નાંખવાનો પ્રયાસ કરતા નથી, પરંતુ જ્યારે તેઓ જુઠ બોલે છે ત્યારે સફેદ જુઠ બોલે છે. તેમનું આ જુઠ તેમના માટે કામ કરે છે.

મિથુન

જો જુઠ્ઠુ બોલવુ કોઇ રમત હોત તો મિથુન રાશિના લોકો કોઇ પણ હરિફાઇ વગર જીતી જાત. તેઓ એટલી જલ્દી વાતો બનાવી શકે છે કે તેમને ખ્યાલ પણ આવતો નથી કે તેઓ ક્યારે જુઠ્ઠુ બોલ્યા.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો જે વ્યક્તિને પ્રેમ કરે છે તેના માટે ખૂબ પ્રોટેક્ટિવ હોય છે તેથી પરિવાર, દોસ્ત, સાથી માટે તેઓ બિન્દાસ્ત જુઠ બોલી શકે છે.

આ રાશિના લોકો સરળતાથી બોલી શકે છે જુઠઃ આ લોકો પકડાઇ જાય છે hum dekhenge news

સિંહ

આ રાશિના લોકોને જોડવુ પસંદ હોય છે, તોડવું નહી અને તેમનુ જુઠ સત્યની અતિશયોક્તિના રૂપમાં જોડાઇ જાય છે.

કન્યા

જો જુઠ્ઠુ બોલ્યા બાદ કન્યા રાશિ વાળા લોકોનું જીવન સરળ થઇ જાય તો તેઓ જુઠ્ઠુ બોલશે. જો જુઠ્ઠુ બોલવુ તેમની સમસ્યાનું સમાધઆન હોય તો તેઓ જુઠ્ઠુ બોલવાનું પસંદ કરે છે.

તુલા

તુલા રાશિના લોકોનું માનવુ છે કે જુઠ્ઠુ બોલવા લાયક હોય છે અને તેનાથી બીજાને નુકશાન થતુ નથી. જો તેમાં બધાનો ફાયદો હોય તો તેમાં ખોટું શું છે?

વૃશ્વિક

વૃશ્વિક રાશિના લોકો ખુદને અને કોઇ બીજાને બચાવવા માટે સૌથી સારી રીતે જુઠ્ઠુ બોલે છે. જો તમને ક્યારેય જુઠ્ઠુ બોલવાની જરૂર હોય તમે વૃશ્વિક રાશિના વ્યક્તિને જુઠ્ઠુ બોલવા અંગે પુછો.

આ રાશિના લોકો સરળતાથી બોલી શકે છે જુઠઃ આ લોકો પકડાઇ જાય છે hum dekhenge news

ધન

ખુદને બચાવવા માટે પણ તેઓ જુઠ્ઠુ બોલી શકતા નથી. જો તેઓ જુઠ્ઠુ બોલવાની કોશિશ કરે છે તો પણ થોડીક ક્ષણોમાં અપરાધભાવથી સત્ય કહી દે છે.

મકર

ધન રાશિની જેમ જ મકર રાશિના લોકો જુઠ્ઠુ બોલી શકતા નથી. જો તેઓ જુઠ્ઠુ બોલવાની કોશિશ કરે તો પણ તમને પાછળથી સાચી વાતની જાણ થઇ જાય છે.

કુંભ

કુંભ રાશિના લોકો માટે જુઠ્ઠુ બોલવુ એક કળા છે. આપણામાંથી મોટાભાગના લોકો તેમના મોંથી નીકળેલી દરેક વાતનો વિશ્વાસ કરી લે છે, કેમકે તેઓ જુઠ્ઠુ પણ દ્રઢ વિશ્વાસ સાથે બોલે છે.

મીન

જો મીન રાશિના લોકો જુઠ્ઠુ બોલી રહ્યા હશે તો તેઓ સારા માટે બોલશે. જુઠ્ઠુ બોલતા પહેલા તેઓ અનેક વખત વિચારે છે.

આ પણ વાંચોઃ ફ્રેન્ચ ફ્રાઇઝ તમને પણ ભાવે છે? હવે ખાતા પહેલા જાણી લો આ ગંભીર અસર

Back to top button