ગુજરાત

કાળઝાળ ગરમીમાં શેકાયા આ 10 શહેરના લોકો, 43 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું

Text To Speech

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. જેના કારણે લોકો આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને ફરી એક વાર આગાહી કરવામા કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ હવામાન સુકુ રહેવાની આગાહી કરી છે. તેમજ ગરમીનું પ્રમાણ પણ રહેવાની આગાહી કરી છે.

 આકરી ગરમીમાં શેકાયા લોકો

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અસહ્ય ગરમી પડી રહી છે. છેલ્લા બે ત્રણ દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમી પડી રહી છે. રાજ્યના તાપમાનની વાત કરવામા આવે તો તાપમાનનો પારો 5 ડિગ્રી સુધીને 43 ડિગ્રી પાર પહોંચી ગયો છે.ગઈ કાલે પાટણમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. પાટણ 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.જ્યારે રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીથી વધારે નોંધાયો હતો.

ગરમી-humdekhengenews

અમદાવાદમાં તાપમાન

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં પણ આકરી ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 3 દિવસ પણ શહેરમાં તાપમાન 42થી 44 ડિગ્રી આસપાસ રહેશે. તેમજ હાલ ગરમીમા રાહત મળવાની કોઈ સંભાવના નથી.

ગઈ કાલે નોંધાયેલ તાપમાન

ગઈ કાલની વાત કરવામા આવે તો પાટણમાં 45.3 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી વધુ તાપમાન નોંધાયુ હતુ. જ્યારે અમદાવાદમાં 44.4 ડિગ્રી, ગાંધીનગરમાં 43.7 ડિગ્રી, જૂનાગઢમાં 43.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 44 ડિગ્રી, હિંમતનગરમાં 43.4 ડિગ્રી, અમરેલીમાં 43.2 ડિગ્રી, વડોદરામાં 43.2 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 43 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, ભુજમાં 42.6 ડિગ્રી, ભાવનગરમાં 41.7 ડિગ્રી તથા સુરતમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 આ પણ વાંચો : Karnataka Election Results Live : વલણોમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત, કર્ણાટકમાં મતગણતરી શરૂ

Back to top button