ભારે વિરોધ સાથે આ ગામના લોકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયુ છે. ત્યારે સવારથી મતદાન કરવા લોકોની લાંબી કતારો લાગી છે. જોકે આ બધાની વચ્ચે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવેલ સમોટ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ સાથે ડાંગ જીલ્લાના એક ગામમાં પણ લોકોએ મતદાન ન કરી ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે.
ડેડીયાપાડાના મત વિસ્તારમાં એક 1000 લોકોએ બહિષ્કાર કર્યો
ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં સવારથી મતદાન થઈ રહ્યુ છે. લોકો ઉત્સાહ ભેર મતદાન પણ કરી રહ્યા છે. ત્યારે નર્મદા જીલ્લાના એક સમોટ ગામમાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી કરી બોર્ડ પર ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવી દીધા છે. ડેડીયાપાડાના મત વિસ્તારમાં એક 1000 લોકોની વસ્તી ધરાવતુ સમોટ ગામ આવેલું છે. ત્યારે આઝાદીથી આજદિન સુધી ખેડતા આવેલ જમીન નિયમબદ્ધ (નામ) નહી કરવામાં આવતા વિધાનસભા ચૂંટણીનો ગ્રામજનોએ બહિષ્કાર કર્યો છે.
આ પણ વાંચો:પહેલીવાર વોટ આપનારા નવ સંતોએ મતદાનનો અનુરોધ કર્યો
ડાંગ જીલ્લાના આ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર
આ સાથે ડાંગ જીલ્લાના મોટી દબાસ ગામે પણ પુલ અને રસ્તાની માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. લોકો મતદાન મથક સુધી ફરક્યાં પણ નથી. તંત્રએ સમજાવવાની કોશિશ પણ કરી હતી જે બાદ પણ બપોર સુધી કોઈએ મતદાન કર્યુ ન હતુ.
ઝઘડિયાના આ ગામમાં પણ બહિષ્કાર
ભરુચ જીલ્લાના ઝઘડિયામાં આવેલ કેસર ગામમાં પણ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. ત્યારે સવારથી અત્યાર સુધીમાં આ ગામના એક પણ વ્યક્તિએ મતદાન કર્યુ નથી.