અમદાવાદગુજરાત

કોંગ્રેસની ભ્રષ્ટ સરકારને કાઢવા રાજસ્થાનની જનતાએ ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યુઃ નીતિન પટેલ

Text To Speech

અમદાવાદ, 3 ડિસેમ્બર 2023: દેશના ચાર રાજ્યોના પરિણામના વલણોમાં ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપને બહુમત મળી રહ્યો છે. જ્યારે કોંગ્રેસને તેલંગાણામાં સ્પષ્ટ બહુમત મળ્યો છે. ત્યારે રાજસ્થાનમાં પરિવર્તનની પરંપરા જળવાઈ રહી છે. રાજસ્થાનમાં ભાજપને 112 અને કોંગ્રેસને 70 બેઠકો મળી છે. જ્યારે અન્યને 16 બેઠકો મળી છે. આ દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજસ્થાનના સહ પ્રભારી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની ભ્રષ્ટ સરકારને કાઢવા માટે રાજસ્થાનની જનતાએ ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યુ છે.

રાજસ્થાનમાં ભ્રષ્ટાચારને જનતાએ નકાર્યો છે
નીતિન પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, આજે 4 રાજ્યોમાં ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે.મોટાભાગની ગણતરીના રાઉન્ડ પૂર્ણ થશે. ભાજપની ત્રણ રાજ્યોમાં સરકાર બનવા જઈ રહી છે તેનો આનંદ છે. વડાપ્રધાન,ગૃહમંત્રી,રાષ્ટ્રીય અધ્યક્ષ, યૂપીના સીએમ, મધ્યપ્રદેશના સીએમ તમામ અને ભાજપના કાર્યકરોની મહેનત રંગ લાવી છે. મધ્યપ્રદેશમાં અમારી સરકાર યથાવત રહેશે. રાજસ્થાનમાં ભ્રષ્ટાચારને જનતાએ નકાર્યો છે. EVM દ્વારા જનતાનો પ્રતિસાદ સામે આવ્યો છે.

રાજસ્થાનની પ્રજાને હવે ખરો વિકાસ મળશે
રાજસ્થાનમાં મને સહપ્રભારી બનાવ્યો તે બેઠકો ઉપર અમારા કાર્યકરો, પ્રભારી પ્રહલાદ જોશી, પક્ષના મહામંત્રી અને હોદ્દેદારોએ જે મહેનત કરી છે તે રંગ લાવી છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું મોડલ રાજસ્થાનમાં કામ લાગ્યું છે. પ્રધાનમંત્રીએ અનેક રેલી અને સંબોધન કરી લાખો કાર્યકરો સુધી પહોંચ્યા છે. ભાજપની સરકાર રાજસ્થાનમાં જરૂર બનશે. પ્રજા જે વિકાસ ઝંખી રહી છે તે વિકાસ હવે મળવા તરફ છે.

આ પણ વાંચોઃ ચાર રાજ્યોમાંથી ત્રણમાં ભાજપની સરકાર બનવા તરફ, જાણો એક્ઝિટ પોલ કેટલા સાચા પડ્યા

Back to top button