મિથિલાના લોકોએ દીપિકા ચિખલિયાને સીતાની જેમ આપી વિદાય, અભિનેત્રીની આંખમાં આવ્યા આંસુ
રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’ ટીવી પર પ્રસારિત થયાને વર્ષો વીતી ગયા હોવા છતાં, લોકો હજી પણ તેની સ્ટાર કાસ્ટને ભગવાનની જેમ પૂજે છે. આ સિરિયલ લોકોમાં આજે પણ ખુબ જ પોપ્યુલર છે. આવું જ કંઈક મિથિલામાં જોવા મળ્યું. વાસ્તવમાં, રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયા મિથિલા પહોંચી હતી, આ દરમિયાન મિથિલાના લોકોએ તેના પર ન માત્ર પ્રેમ વરસાવ્યો, પરંતુ તેને દીકરીની જેમ વિદાય પણ આપી. લોકોનો આવો પ્રેમ જોઈને દીપિકાની આંખોમાં આંસુ આવી ગયા.
દીપિકાની દીકરીની જેમ વિદાય કરાઈ
દીપિકા ચીખલિયાએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર વીડિયોઝ શેર કર્યા છે. આ વીડિયોમાં અભિનેત્રીને લોકો હિંદુ પરંપરા મુજબ વિદાય આપતા જોવા મળે છે. એક મહિલા તેની વિદાય માટે તેનો ખોળો ભરી રહી છે. પછી તેમને પાણી પીવડાવવામાં આવે છે. મિથિલાના રિવાજ પ્રમાણે ત્યાંની દીકરીઓ સુકા મોં સાથે વિદાય નથી થતી. દીપિકાને પણ મિથિલામાં કંઈક આવું જ આતિથ્ય મળ્યું. મહિલાઓ અભિનેત્રીની વિદાય દીકરીની જેમ કરી હતી. દીપિકા તેને વિદાય કરી રહેલી મહિલાને ગળે લગાવતી જોવા મળે છે.
આ વીડિયોને તેના ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરીને દીપિકાએ કેપ્શન આપ્યું, ‘પહેલો ભાગ. મિથિલામાં… સીતાજીની વિદાય… તેમણે મને દીકરી હોવાનો અનુભવ કરાવવા માટે શક્ય બધુ કર્યું. ત્યાર બાદ મેં મારી જાતને રામાયણના યુગમાં ખોઈ નાંખી.
View this post on Instagram
દીપિકાની આંખો ભરાઈ આવી
દીપિકાએ વધુ એક વીડિયો શેર કર્યો. જેમાં તે કહેતી જોવા મળે છે કે, ‘શું બોલું. અહીં લોકોએ મને એટલો પ્રેમ આપ્યો કે મારી આંખો આંસુઓથી ભરાઈ આવી. તેમણે મને પ્રેમ આપ્યો અને પાણી આપ્યું. કારણ કે કહેવાય છે કે દીકરી સુકા ગળા સાથે ઘર છોડતી નથી અને ખાલી હાથે નથી જતી, કારણ કે તેઓ વિચારે છે કે હું સીતાજી છું. હે ભગવાન.’ આ દરમિયાન દીપિકા તેના બેબી શાવર માટે આપેલી બેગ દેખાડી રહી છે.
View this post on Instagram
આ પણ વાંચો: ‘રામાયણની સીતા’ દીપિકા ચિખલિયા 33 વર્ષ પછી નાના પડદા પર મળશે જોવા