ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના લોકો બન્યા સાયબર ક્રાઇમનો શિકાર, બેન્ક એકાઉન્ટ ભાડે લેવાનો મોટો વેપલો

Text To Speech
  • આગામી સમયમાં અનેક નવા ખુલાસા સામે આવી શકે છે
  • કૌભાંડમાં છ આરોપી વોન્ટેડ તેમજ છ આરોપીની ધરપકડ
  • દેશભરમાં લોકો સાયબર ક્રાઇમનો શિકાર બની રહ્યા છે

ગુજરાતના લોકો સાયબર ક્રાઇમનો શિકાર બન્યા છે. જેમાં બેન્ક એકાઉન્ટ ભાડે લેવાનો મોટો વેપલો સામે આવ્યો છે. તેમજ બેન્ક ખાતા ભાડે આપવાના દેશવ્યાપી વેપલામાં રાજકોટ અને જૂનાગઢના બેન્ક કર્મી ઝડપાયા છે. મલેશિયાનું કનેક્શન સામે આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત: ઈલેક્ટ્રિક વ્હિકલ પર સબસિડી મામલે સામે આવ્યા મોટા સમાચાર

કૌભાંડમાં છ આરોપી વોન્ટેડ તેમજ છ આરોપીની ધરપકડ

ઉલ્લેખનીય છે કે કૌભાંડમાં છ આરોપી વોન્ટેડ છે. તેમજ છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કેસમાં આગામી સમયમાં અનેક બેન્કકર્મીઓની સંડોવણી સામે આવી શકે છે. આ મામલે એટીએસે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. દેશભરમાં લોકો સાયબર ક્રાઇમનો શિકાર બની રહ્યા છે. ત્યારે સાયબર ગઠિયાઓ રૂપિયા ખંખેરવા અવનવા કિમિયા અજમાવતા હોય છે. જેમાં ગઠિયાઓ મલેશિયના ગઠિયાઓ ગુજરાતમાં આવીને તેના મળતીયાઓ સાથે મળીને ગરીબવર્ગના લોકોને રૂપિયાની લાલચ આપી તેમના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવે છે. બાદમાં આ ખાતામાં ગરીબની જાણ બહાર લાખો કરોડોના ટ્રાન્ઝેક્શનો કરાવી લે છે. બાદમાં પરત મલેશિયા જતા રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઝાયડ્સ બ્રિજ પર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેમ ટ્રક આવી અને…

આગામી સમયમાં અનેક નવા ખુલાસા સામે આવી શકે છે

આરોપીઓ ગેમિંગના અને બ્લેકના રૂપિયા બીટકોઇન, ક્રિપ્ટો કરન્સી જેવા માધ્યમો દ્વારા કન્વર્ટ કરીને વિદેશમાં તેમના બેન્ક એકાઉન્ટમાં મેળવી લે છે. ત્યારે થોડા સમય અગાઉ આ મામલે એટીએસે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં પોલીસે રાજકોટ અને જૂનાગઢમાંથી બે બેન્કકર્મી સહિત છ આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. જેમાં મલેશિયા કનેક્શન સામે આવતા પોલીસે મલેશિયાના છ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. ત્યારે આ કેસમાં આગામી સમયમાં અનેક નવા ખુલાસા સામે આવી શકે છે.

Back to top button