ગુજરાતટ્રેન્ડિંગ

પ્રાથમિક સુવિધા ન મળતાં સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર 5 ગામના લોકો દ્વારા રોડ ચક્કાજામ

Text To Speech
  • ધારાસભ્યએ ચૂંટણી પહેલાં આપેલા વચનો પુરા ન કરતાં સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે 5 ગામના લોકો દ્વારા વિરોધ નોંધાવામાં આવ્યો.
  • આ તમામ આંદોલન કારીઓની પોલીસે કરી અટકાયત.

ધ્રાંગધ્રા: વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે ચૂંટણી લડી રહેલા નેતાઓ દ્વારા સ્થાનિક લોકોને વચનો આપી અને વોટ લેવામાં આવતા હોય છે પરંતુ જીતી ગયા પછીની પરિસ્થિતિ કંઈક અલગ હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિધાનસભાની બેઠક ઉપર પ્રકાશભાઈ વરમોરા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા તે દરમિયાન પાંચ ગામના લોકોને રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા આપવાના વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ આ વચનો ચૂંટણી પત્યા જીતી ગયા પછી પણ પુરા ન થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

ધ્રાંગધ્રા હાઈવે-HDNEWS

સ્થાનિકોની જરુરીયાત ન પુરી થતાં આંદોલન

ભારદ રાજ ચરાડી સહિતના પાંચ ગામોના લોકોએ રાજ સીતાપુર નજીક મુખ્ય હાઈવે ચક્કાજામ કરી અને વિરોધ નોંધાયો છે. સ્થાનિક ધારાસભ્યના વિરોધમાં નારા લગાવવામાં આવ્યા છે. બેનર સાથે રોડ ચક્કાજામ કરવામાં આવ્યો છે. વાત જાણે એમ હતી કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજ સીતાપુરથી સરવાલ, ભારદ, મેથાણ, સરવાલ સહિત ગામના આગેવાનો દ્વારા અનેક વખત રસ્તા બાબતે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ રજુઆતને યોગ્ય જવાબો કે કામગીરી ન થતા નાયબ કાર્યપાલક ધ્રાંગધ્રા તથા મામતદારને આવેદન આપેલ તે પ્રમાણે તારીખ 15-09-2023ના રોજ રોડ રોકો આંદોલન કરવામાં આવશે, જે નિર્ણય આધારે આજે સવારે નવ કલાકે રાજ સિતાપુર પાંચ પીરની દરગાહ ના રસ્તે રોડ રોકો આંદોલન કરેલ બોહળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ધ્રાંગધ્રા તાલુકાના આ પાંચ ગામોના લોકોએ સુરેન્દ્રનગર ઘ્રાંગધ્રા હાઈવે ચક્કાજામ કર્યો અને વિરોધ નોંધાયો છે.

તમામ આંદોલન કારીઓની પોલીસે કરી અટકાયત

રાજ સિતાપુર સહિત 5 ગામના લોકો દ્વારા રોડ રોકો આંદોલન કરી સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રસ્તાને ચક્કાજામ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને રસ્તા બાબતે આંદોલનમા ઉતરેલ તમામ આંદોલન કારીઓની અટકાયત કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુરતમાં એક સાથે 10 વાહનોનો અકસ્માતઃ અનેક વાહનચાલકો ઇજાગ્રસ્ત

Back to top button