ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકો બૂમો પાડતા રહ્યા, ડ્રાઈવર બસ ચલાવતો રહ્યો, નૂહમાં 8 લોકો જીવતા સળગ્યા

Text To Speech
  • બસમાં આગ લાગવાથી આઠ લોકોના દુખદ મૃત્યુ
  • બસના ચાલકને આગની જાણ થઈ ન હતી
  • 20થી વધુ લોકો ઘાયલ

હરિયાણા, 18 મે: હરિયાણાના નૂહ જિલ્લાના તૌરુ નજીક શુક્રવારે મોડી રાત્રે બસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા આઠ લોકોના દુખદ મૃત્યુ થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. આ ઘટના કુંડલી-માનેસર-પલવલ (KMP) એક્સપ્રેસ વે પર મોદી રાત્રે 2 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસે જણાવ્યું કે બસમાં લગભગ 60 લોકો હતા અને તે તમામ પંજાબ અને ચંદીગઢના રહેવાસી હતા અને તેઓ મથુરા-વૃંદાવનથી પરત ફરી રહ્યા હતા.

બસના ચાલકને આગની જાણ થઈ ન હતી

અકસ્માત દરમિયાન મદદ કરવા આવેલા લોકોએ જણાવ્યું કે રાત્રે લગભગ 1.30 વાગ્યે તેઓએ ચાલતી બસમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈ હતી. તેમણે બુમો પાડીને ડ્રાઈવરને બસ રોકવા કહ્યું પણ તેણે બસ રોકી નહીં. એટલે કે બસમાં આગ લાગી હતી અને ડ્રાઈવરને તેની જાણ સુદ્ધાં નહોતી. આવી સ્થિતિમાં કેટલાક લોકોએ બાઇક પર બસનો પીછો કર્યો હતો અને ડ્રાઇવરને બસમાં આગ લાગવાની જાણ કરી હતી. પરંતુ બસ ઊભી રહી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં કેટલાક લોકો જીવતા દાઝી ગયા હતા.

સ્થાનિક લોકોએ બસને આગ લાગતી જોઈ અને વાહનનો પીછો કર્યો અને ડ્રાઈવરને બસ રોકવા કહ્યું. આ ઘટના અંગે તેણે પોલીસ અને ફાયર વિભાગને પણ જાણ કરી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મૃત્યુ થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

નૂહ, હરિયાણાના કોંગ્રેસના નેતા અને ગુડગાંવ (હરિયાણા) લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર રાજ બબ્બર નૂહ બસ અકસ્માતના પીડિતોને મળ્યા.

 

આ પણ વાંચો: ભારતીય વિદ્યાર્થીઓએ બહાર ન નીકળવું કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતે એડવાઈઝરી કરી જારી 

Back to top button