ટોપ ન્યૂઝનેશનલ

આર્જેન્ટીના વિશ્વ ચેમ્પિયન બનતાં PM મોદી, ખડગે-રાહુલ સહિતના લોકોએ શુભેચ્છા આપી, ભારતમાં મેસી ફેન્સનો જશ્ન

નવી દિલ્હી/કોલકાતાઃ કતારમાં વર્લ્ડ કપ ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું. આ સાથે આર્જેન્ટિના 36 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું છે. આર્જેન્ટિનાએ 1978 અને 1986 બાદ હવે ત્રીજી વખત ટાઈટલ જીત્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ફાઈનલ મેચને ફૂટબોલની સૌથી રોમાંચક મેચોમાંથી એક તરીકે યાદ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આર્જેન્ટિના અને મેસીના કરોડો ભારતીય ચાહકો આ મહાન જીતથી ખુશ છે. PM મોદીએ ટ્વીટ કર્યું, “આ અત્યાર સુધીની સૌથી રોમાંચક ફૂટબોલ મેચોમાંની એક તરીકે યાદ કરવામાં આવશે! ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન બનવા પર આર્જેન્ટિનાને અભિનંદન! તેમણે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આર્જેન્ટિના અને મેસીના લાખો ભારતીય ચાહકો આ વિજયની ઉજવણી કરી રહ્યા છે.”

મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પણ શુભેચ્છા આપી
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ફીફા વિશ્વકપ ફાઈનલમાં આર્જેન્ટીનાની રોમાંચક જીત પર શુભેચ્છા આપી. રાહુલ ગાંધીએ કહ્યું કે આ મેચે ફરી એકવખત દેખાડી દીધું કે રમત સરહદ વગર એકબીજાને કઈ રીતે જોડે છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ શાનદાર પ્રદર્શન અને ફીફા વિશ્વકપ ચેમ્પિયન બનવા માટે આર્જેન્ટીનાને શુભેચ્છા આપી. ખડગેએ ટ્વીટ કરી કહ્યું કે- મેસીનો શાનદાર ખેલ લાખો પ્રશંસકોની આશા પર યોગ્ય ઉતર્યો. તેમણે એમ્બાપ્પેનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે એમ્બાપ્પેએ ફ્રાંસને શાનદાર વાપસી માટે પ્રેરીત કર્યા.

રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યું- કેટલો સુંદર ખેલ! રોમાંચક જીત માટે આર્જેન્ટીનાને શુભેચ્છા. ફ્રાંસ પણ સારું રમ્યું. મેસી અને એમ્બાપ્પે બંને સાચા ચેમ્પિયનની જેમ રમ્યા. રાહુલ ગાંધી અને ભારત જોડો યાત્રામાં સામેલ અન્ય લોકોએ દૌસામાં પોતાની યાત્રા શિબિર સ્થળે એક સ્ક્રીન પર આર્જેન્ટીના અને ફ્રાંસ વચ્ચેની ફાઈનલ મેચ જોઈ હતી.

પશ્ચિમ બંગાળમાં આર્જેન્ટીના સમર્થકોએ જશ્ન મનાવ્યો
કોલકાતા અને પશ્ચિમ બંગાળના અન્ય વિસ્તારમાં આર્જેન્ટીનાના સમર્થક ફીફા વિશ્વ કપ ચેમ્પિયન બન્યા બાદ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. ઉત્સાહી સમર્થકોએ ફટાકડાં ફોડ્યા અને પોતાની પસંદગીની ટીમની જર્સીમાં પોતાના વિસ્તારમાં ચક્કર લગાવ્યા અને આર્જેન્ટીનાના રાષ્ટ્રીય ધ્વજને પોતાના હાથમાં લહેરાવ્યો. વિશ્વ કપ ફાઈનલમાં પોતાની પસંદગીની ટીમ જીતવા પર આર્જેન્ટીના કેટલાંક સમર્થકોની આંખમાં આંસુ જોવા મળ્યા, તેઓ એકબીજાને ગળે લગાડતા અને મિઠાઈઓ વહેંચતા જોવા મળ્યા.

વીડિયોમાં કોલકતાના રહિસો આર્જેન્ટીનાની જીતની ખુશી મનાવતા જોવા મળે છે.

દિલ્હીમાં આર્જેન્ટીનાની એમ્બેસીએ આયોજિત કર્યો એક કાર્યક્રમ
નવી દિલ્હીમાં આર્જેન્ટીનાની એમ્બેસી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પ્રશંસકોએ દિલ્હીના શાંગરી-લા હોટલમાં આર્જેન્ટીની જીતનો જશ્ન મનાવ્યો. આર્જેન્ટીનાના રાજદૂત એચજે ગોબ્બીએ કહ્યું કે- આ એક ભાવનાત્મક ક્ષણ છે. મને આશા છે કે આ મેસીનો અંતિમ વિશ્વ કપ નથી, હું તેમણે આર્જેન્ટીના માટે વધુ રમે તેવું જોવા માગુ છું.

Argentina Celebration
નવી દિલ્હીમાં આર્જેન્ટીનાની એમ્બેસી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પ્રશંસકોએ દિલ્હીના શાંગરી-લા હોટલમાં આર્જેન્ટીની જીતનો જશ્ન મનાવ્યો. આર્જેન્ટીનાના રાજદૂત એચજે ગોબ્બીએ કહ્યું કે- આ એક ભાવનાત્મક ક્ષણ છે.

હાલ નિવૃત્તિ અંગે વિચાર નથી
મેસીએ મેચ બાદ કહ્યું કે, તે હજુ પણ વિશ્વ ચેમ્પિયન તરીકે થોડી વધુ મેચ રમવા માગે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મેસીએ કહ્યું હતું કે કતારમાં આ ટૂર્નામેન્ટ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે અને આ ફાઈનલ તેના ઇન્ટરનેશનલ કરિયરની છેલ્લી મેચ હશે.

Back to top button