પશ્ચિમી દેશોમાં લોકો હેલોવીન ડેને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. આ દિવસે લોકો ડરામણા અને ભયાનક કોસ્ચ્યુમ સાથે પાર્ટી કરે છે. પશ્ચિમી અને યુરોપિયન દેશોમાં, લોકો આ દિવસે તેમના મિત્રો, સંબંધીઓ અને પડોશીઓ વગેરે સાથે ઉજવતા હોય છે. વિદેશમાં ઉજવાતો હેલોવીન તહેવાર હવે ભારતમાં પણ ધીમે ધીમે લોકપ્રિય થઈ રહ્યો છે. ત્યારે બોલિવુડ સેલેબ્સ પણ આ પાર્ટી મનાવતા જોવા મળી રહ્યા છે. તો ભૂત અને ડાકણનો ગેટઅપમાં જોવાનો ક્રેઝ શું છે? આ દિવસ ઉજવવાની શરુઆત ક્યાંથી થઈ? આવો જાણીએ હેલોવીનનો ઈતિહાસ અને તેની ખાસિયતો.
હેલોવીન ક્યારે ઉજવવામાં આવે છે?
હેલોવીન ડે દર વર્ષે ઓક્ટોબરના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે, અમેરિકન દેશોમાં આ તહેવાર પૂર્વજોની યાદમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે હેલોવીન ડે 31 ઓક્ટોબર 2022 એટલે કે સોમવારે ઉજવવામાં આવશે. હેલોવીનનો ઇતિહાસ લગભગ 2000 કે તેથી વધુ વર્ષ જૂનો છે. હજારો વર્ષો પહેલા, ઉત્તર યુરોપના દેશોમાં, 1 નવેમ્બરના રોજ પ્રખ્યાત ધાર્મિક તહેવાર ‘ઓલ સેટ ડે’ તરીકે ઉજવવામાં આવતો હતો. જે હવે હેલોવીન ડે તરીકે ઓળખાય છે. શનિવારે, દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં આ જ હેલોવીન પાર્ટી દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 151 લોકોના મોત થયા હતા.
હેલોવીન ડેની શરુઆત ક્યાથી થઈ?
હેલોવીન સૌથી પહેલા આયર્લેન્ડ અને સ્કોટલેન્ડથી શરૂ થયો હતો, ખ્રિસ્તી સમુદાયના લોકોમાં હેલોવીન ડે પર એવી માન્યતા છે કે ભૂતનો ગેટઅપ પૂર્વજોની આત્માને શાંતિ આપે છે. ખ્રિસ્તી સમુદાયમાં, હેલોવીન તહેવાર સેલ્ટિક કેલેન્ડરના છેલ્લા દિવસે એટલે કે 31 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. અમેરિકા, ઈંગ્લેન્ડ અને યુરોપિયન દેશોના ઘણા રાજ્યોમાં તેને નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે.
હેલોવીનનો કોળા સાથે શું સંબંધ છે?
આ તહેવાર પર લોકો કોળાને હોલ કરીને તેમાં ડરામણા ચહેરાઓ બનાવતા હતા. પછી તે તેની અંદર સળગતી મીણબત્તી રાખતો હતો. જેથી તેઓ અંધારામાં ડરામણા દેખાય. આને હેલોવીન કહેવાતા. પછી તહેવાર પૂરો થયા પછી, કોળાને દાટી દેવામાં આવે છે.
આ પણ વાંચો: સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનીથી 100ના મોત