ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ઊલટી થઈ રહી હોવાનું નાટક કરીને યુવકે જે કર્યું એ જોઈ લોકો ભડક્યા

Text To Speech
  • કેટલાક લોકો મેટ્રોમાં એવા અજીબોગરીબ કામો કરે છે કે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે

HD ન્યૂઝ ડેસ્ક, 15 એપ્રિલ: આજના સમયમાં દેશના લગભગ તમામ મોટા શહેરોમાં મેટ્રો જોઈ શકાય છે. મેટ્રોએ લોકોના જીવનને ઘણી હદ સુધી સરળ બનાવી દીધું છે. મેટ્રોના આગમન પછી લોકો ટ્રાફિકમાં અટવાતા બચી જાય છે અને તેઓ તેમની શાળા, કોલેજ કે ઓફિસ સમયસર પહોંચી જાય છે. પરંતુ કેટલાક લોકો આ મેટ્રોમાં એવા અજીબોગરીબ કામો કરવા લાગે છે કે તેમને જોતા જ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. કેટલાક લોકો ડાન્સ કરવા લાગે છે તો કેટલાક લોકો અશ્લીલ હરકતો કરતા જોવા મળે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરો મેટ્રોમાં પોતાની સીટ ખાલી કરવા માટે એવું નાટક કરે છે કે જેને જોયા પછી લોકો ભડકી ઉઠયા છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેટ્રોની અંદર ઘણા લોકો હાજર છે. કેટલીક મહિલાઓ સીટ પર બેસીને પોતાની  વાતો કરી રહી છે. તેમની સામે એક છોકરો ઊભો રહે છે જેણે તેના હાથમાં ઓશીકું પકડ્યું છે. આ પછી તે ઊલટી કરવા લાગે છે અને અચાનક તે મહિલાઓની સામે આવી જાય છે. મહિલાઓને ડર લાગે છે કે તે તેમના પર ઊલટી કરી શકે છે, જેથી બધી જ છોકરીઓ સીટ પરથી ઊભી થઈ જાય છે. મેટ્રોમાં હાજર દરેક વ્યક્તિ તેની સામે જોવા લાગે છે. પછી તે તેના ચહેરા પર ચશ્મા મૂકે છે અને ઓશીકું લઈને સૂઈ જાય છે. તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શક્ય છે કે, તે વ્યક્તિએ પોતે રીલ બનાવવા માટે આ વીડિયો બનાવ્યો હોય, પરંતુ વીડિયો જોયા પછી લોકો ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે.

આ વીડિયોને @BhoolNaJaana નામના એકાઉન્ટ પરથી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે એકાઉન્ટ યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ ગુનો છે.’ આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, “આવા લોકોને સેન્ડલ વડે મારવા જોઈએ.” અન્ય એક યુઝરે લખ્યું કે, “એક દિવસ તે મેથીપાક ચાખશે.” ત્રીજા યુઝરે લખ્યું કે, “જો હું ત્યાં હોત તો મેં તેને લાત મારી દીધી હોત.

આ પણ જુઓ: જે બંધારણ બદલવાનો પ્રયાસ કરશે, પ્રજા તેમની આંખો કાઢી લેશેઃ લાલુ પ્રસાદ યાદવ

Back to top button