કેનેડામાં મૃત્યુ પામનાર અમદાવાદના વર્સિલ પટેલ માટે લોકોએ ઉદાર હાથે કર્યું દાન, નિર્ધારિત રકમ કરતા વધુ રકમ એકત્ર થઈ
- કેનેડામાં અકસ્માતમાં અમદાવાદના યુવકનું મૃત્યુ
- મૃતદેહને ભારત પરત લાવવા લોકોએ દિલ ખોલીને કર્યું દાન
- ક્રાઉડ ફંડિંગ દ્વારા લોકોએ 26.37 લાખ રૂપિયા એકત્ર કર્યા
હાલના સમયમાં યુવાઓમાં વિદેશ જવાનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે આવા જ ક્રેઝ સાથે વિદેશ ગયેલા અમદાવાદના વર્સિલ પટેલનો કેનેડામાં રોડ અકસ્માત થતા તેનું મોત નીપજ્યું હતું. જેથી તેના મૃતદેહને ભારત પરત લાવવા માટે લોકોએ ઉદારતા દાખવતા મસમોટી રકમ દાન કરતા નિર્ધારિત રકમ કરતા પણ વધુ રકમ એકઠી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. એકઠી થયેલી રકમથી વર્સિલના મૃતદેહને ભારત મોકલવા અને અંતિમ ક્રિયા પાછળ ખર્ચ કરવામાં આવશે.
શું હતી સમગ્ર ઘટના
અમદાવાદમાં રહેતા વર્સિલ પટેલ નામનો 19 વર્ષિય યુવક હાયર એજ્યુકેશન માટે કેનેડા ગયો હતો.જ્યાં 19 વર્ષિય વર્સિલ પટેલ કેનેડાના ઓન્ટારિયો પ્રોવેન્સના બેરી શહેરમાં રહેતો હતો. વર્સિલ પટેલ કેનેડામાં સર્કલ કે નામના કન્વીનિયન્સ સ્ટોરમાં કામ કરતો હતો. તે 21 જુલાઈના રોજ દરરોજની જેમ ચાલીને નોકરીએ જઈ રહ્યો હતો. ત્યારે એક કારે તેને ટક્કર મારી હતી.રોડ અકસ્માતમાં વર્સિલ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો કારચાલકની પોલીસે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :અમદાવાદમાં આંખ આવવાની બિમારીએ લીધો ભરડો, છેલ્લાં 24 કલાકમાં 263 કેસ નોંધાયા
નિર્ધારિત કરતા વધુ રકમ એકઠી થઈ
પરિજનોને ઘટના અંગે જાણ થતા વર્સિલના મૃતદેહને ભારત લાવવાનો પ્રયત્ન કર્યો પરંતું કેનેડાથી વર્સિલનો મૃતદેહ ભારત લાવવા માટે 30 હજાર કેનેડિયન ડોલર એટલે કે, આશરે 18.61 લાખ રૂપિયાની જરૂર હતી.જેથી વર્સિલના કઝિન તરીકે પોતાની ઓળખ આપનાનાર રાજન પટેલે ‘ગોફંડમી’ વેબસાઈટ પર ક્રાઉડ ફંડિંગ શરૂ કરાયું હતું. જેમાં લોકોને વિનંતી કરવામાં આવી હતી કે, લોકો ઉદાર હાથે દાન કરે, જેથી વર્સિલના પરિવારજનો તેમના દીકરાનું મોઢું જોઈ શકે. જે બાદ લોકોએ ક્રાઉડ ફંડિંગમાં દાન કરવાનું શરૂ કર્યું હતું. ક્રાઉડ ફંડિંગ દ્વારા 26.37 લાખ રૂપિયા એકત્ર થયા છે. જેનો ઉપયોગ વર્ષિલનો મૃતદેહ કેનેડા મોકલવા અને અંતિમ ક્રિયા પાછળ થશે.બાકીની રકમ વર્ષિલના પિતાના બેંક અકાઉન્ટમાં જમાં કરાવી દેવાશે.
આ પણ વાંચો : ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં 11 શખ્સોની ધરપકડ, યુવરાજ સિંહે કહ્યું- જો તે સમયે…..