બનાસકાંઠા પધારેલા વડાપ્રધાન મોદીનું લોકોએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત
- અંબાજી ખાતે જાહેરસભામાં જનમેદની ઉમટી
- PM એ બનાસકાંઠામાં રૂ. 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા
- તારંગા હિલથી આબુ રોડ- બ્રોડગેજ રેલવે લાઇનનું PM ભૂમિપૂજન કર્યું
પાલનપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 સપ્ટેમ્બરે બનાસકાંઠાના અંબાજીની મુલાકાતે આવ્યા હતા. જેમાં વડગામ તાલુકાના હાંતાવાડા ગામ પાસે બનાવેલા હેલીપેડ ખાતે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી પહોંચ્યા હતા. અને ત્યાંથી તેમને રોડ શો કર્યો હતો. આ સમયે માર્ગની બંને તરફ મોટી સંખ્યામાં લોકોએ તેમને આવકાર્યા હતા અને અભિવાદન કર્યું હતું.
લોકો ઉષ્માભેર તેમનું સ્વાગત કરીને ફૂલો વરસાવી રહ્યા હતા. માર્ગમાં ઠેર ઠેર તેમનો સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે અંબાજીના ચીખલા ખાતે તેમને વિશાળ જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન બનાસકાંઠાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.
જેમાં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ ₹ 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના(વિકસતી જાતિ કલ્યાણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ ₹ 1967 કરોડના ખર્ચે બનેલા 8633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53172 આવાસોનું લોકાર્પણ, તે સિવાય ₹ 124 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત અને ₹ 85 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું લોકાર્પણ કર્યું હતું.
શક્તિસ્વરૂપા જગતજનની મા અંબાની પૂજા-અર્ચના કરતાં "અંબે મા"ના પરમ ભક્ત માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી…. pic.twitter.com/aKr9ZvvF6F
— BJP Gujarat (@BJP4Gujarat) September 30, 2022
અંબાજી યાત્રાધામના વિકાસને ધ્યાનમાં રાખીને
કેન્દ્ર સરકારે નવી તારંગા હિલ- આબુ રેલવે લાઇનને મંજૂરી આપી હતી. જેનાથી નાગરિકોને પરિવહન માટે નવી સુવિધા મળશે અને વિકાસને વેગ મળશે. ₹2798 કરોડના ખર્ચે નિર્માણ થનારી આ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાને ભૂમિપૂજન કર્યું હતું. અન્ય વિકાસ કામોમાં ડીસા એરફોર્સ સ્ટેશનમાં ₹1000 કરોડના ખર્ચે રનવેઅને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપૂજન, ₹ 1881 કરોડના ખર્ચે નિર્મિત 62.15 કિમીની પાલનપુર-મહેસાણા રેલવે લાઇનનું લોકાર્પણ કરાયું હતું.
અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરી
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સાંજે જાહેર સભા બાદ અંબાજી મંદિર માં અંબાની પૂજા -અર્ચના કરી હતી. અને પાંચમાં નોરતે માતાને શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ ગબ્બરમાં મહાઆરતીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં માતાજીના મૂળ સ્થાન ગબ્બર ખાતે પૂજા અર્ચના કરીને મહા આરતીમાં ભાગ લીધો હતો. આ સમયે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી જનમેદની નું અભિવાદન કર્યું હતું. જ્યારે ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો ચાલુ કરવામાં આવ્યો છે તે પણ તેમને નિહાળ્યો હતો.