દુનિયામાં સૌથી વધુ સૂવે છે આ દેશના લોકો, જાણો ભારતીયો કયા નંબરે?
- દુનિયામાં સૌથી વધુ સૂતા લોકોમાં કયા દેશના લોકો સામેલ છે, જાણો છો? આ માટે ગ્લોબલ સ્લીપ સર્વેમાં મજાની વાતો જાણવા મળી છે
એવું માનવામાં આવે છે કે ઊંઘ આરોગ્ય માટે સૌથી જરૂરી છે. જો તમને સંતુલિત આહારની સાથે પૂરતી ઊંઘ મળી જાય તો તમે અડધી બીમારીઓથી દૂર રહી શકશો, પરંતુ હવે જમાનો બદલાયો છે. સંશોધન દર્શાવે છે કે આ યુગમાં લોકો ઊંઘને ઓછું મહત્ત્વ આપે છે. આ સમય દરમિયાન લોકો સોશિયલ મીડિયા અને મોબાઈલ પર સમય પસાર કરવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે કયા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે અને આ યાદીમાં ભારત કયા નંબરે છે?
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy
સૌથી વધુ ઊંઘ લેનારા લોકોમાં નેધરલેન્ડમાં
ગ્લોબલ સ્લીપ સર્વે અનુસાર સૌથી વધુ ઊંઘ લેનારા લોકોમાં નેધરલેન્ડ સૌથી ઉપર છે. નેધરલેન્ડમાં લોકો સરેરાશ 8.1 કલાક ઊંઘે છે. આ પછી ફિનલેન્ડ વિશ્વમાં બીજા સ્થાને છે, જ્યાં લોકો દરરોજ 8 કલાક ઊંઘે છે. નેધરલેન્ડ અને ફિનલેન્ડ પછી ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સના લોકો દરરોજ 7.9 કલાકની ઊંઘ લે છે.
આ પણ વાંચોઃ પગ હલાવવા કેમ છે ખરાબ વાત? અશુભ નહિ, પરંતુ મગજ સાથે છે કનેક્શન
આ દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે?
આ સિવાય ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ કિંગડમ આ યાદીમાં ચોથા સ્થાને છે. ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ કિંગડમમાં લોકો સરેરાશ 7.7 કલાક ઊંઘે છે. જ્યારે કેનેડા અને ડેનમાર્ક પાંચમા સ્થાને છે. આ બંને દેશોના લોકો સરેરાશ 7.7 કલાક ઊંઘે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં લોકો દરરોજ સરેરાશ 7.6 કલાક ઊંઘે છે.
સાતમા નંબર પર ઈટાલી અને બેલ્જિયમ
ઈટાલી અને બેલ્જિયમ સાતમા સ્થાને છે. ઈટાલી અને બેલ્જિયમમાં લોકો દરરોજ સરેરાશ 7.5 કલાક ઊંઘે છે. જ્યારે સ્પેન, જાપાન અને દક્ષિણ કોરિયાના લોકો દરરોજ 7.4 કલાકની ઊંઘ પૂરી કરે છે. બ્રાઝિલના લોકો દરરોજ સરેરાશ 7.3 કલાક ઊંઘે છે. આ પછી મેક્સિકો આ લિસ્ટમાં 10માં નંબર પર છે. મેક્સિકન લોકો દરરોજ સરેરાશ 7.3 કલાક ઊંઘે છે.
ભારત કયા નંબરે આવે છે?
પૂરતી ઊંઘ મેળવવાના મામલે ભારત અને ચીન સંયુક્ત રીતે વિશ્વમાં 11મા ક્રમે છે. ભારત અને ચીનમાં લોકો દરરોજ સરેરાશ 7.1 કલાક ઊંઘે છે.
આ પણ વાંચોઃ ડેઈલી રૂટિનમાં સામેલ કરો આ આદત, 11 વર્ષનું આયુષ્ય વધી શકશે