ફિલ્મનું શૂટિંગ જોવા લોકો ઉમટ્યા, ભીડ વધતાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
સુરત શહેર હવે ફિલ્મના શૂટિંગ માટેની પસંદગીનું શહેર પણ બની રહ્યું છે. સુરતના ભાગળ વિસ્તારમાં આજે ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ જોવા મોટી સંખ્યામાં લોકો ભાગળ ચાર રસ્તા પાસે ઉમટી પડ્યા હતા. ત્યારે વધારે લોકો એકત્રીત્ર થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.
સુરતના ભાગળ ચાર રસ્તા પર ફિલ્મનું શૂટિંગ
આજ રોજ સુરતના ભાગળ ચાર રસ્તા પર એક ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યુ હતું. ફિલ્મનું શૂટિંગ જોવા લોકો ઉમટી પડતા ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતાં. ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ફિલ્મના શૂટિંગ માટેની પસંદગીનું શહેર પણ બની રહ્યું છે. સુરતના ભાગળ વિસ્તારમાં આજે ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ જોવા મોટી સંખ્યામાં લોકો ભાગળ ચાર રસ્તા પાસે એકત્ર થયા હતા. ફિલ્મનું શૂટિંગ અને લોકોની ભીડ વચ્ચે અહી ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. અગાઉ સુરતમાં બોલીવુડના જાણીતા કલાકારો પણ શૂટિંગ માટે આવ્યા હતા. ત્યારે આજે સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે ફિલ્મનું શૂટિંગ કરવા ટીમ આવી પહોંચી હતી. ભાગળ ચાર રસ્તા ખાતે ડોક્યુમેન્ટરી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. અહી ફિલ્મનું શૂટિંગ થતું હોય તે જોવા માટે મોટી સંખ્યમાં લોકો પણ એકઠા થઇ ગયા હતા. લોકો એકઠા થઈ જતા વાહન ચાલકો ટ્રાફિકમાં ભરાયા હતા.
આ પણ વાંચો : કેમ આ શાકાહારી પ્રાણીની સંખ્યા ધટી રહી છે, જાણો એની પાછળનું મોટુ કારણ