ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં કાપડ માર્કેટમાં આગ લાગતાં નાસભાગ, 10 સેન્ટરો પરથી ફાયર બ્રિગેડની ગાડીઓ દોડતી થઈ

Text To Speech

સુરતઃ (Surat)દિવાળીના તહેવારમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. (Fire) સુરતના ભાઠે વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. કાપડની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. પ્રચંડ બનેલી આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાતા હતા. (Fire brigade) આગનો કોલ મળતાં જ ફાયર વિભાગની ગાડીઓ દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવી હતી.

આગની જાણ થતાં જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ભાઠેના વિસ્તારમાં સ્થિત મિલેનિયમ-2 કોમ્પલેક્સના ચોથા માળે દુકાનમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે શોટ સર્કિટને કારણે આગ લાગી હતી પણ દુકાનમાં કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. દિવાળીનો માહોલ હોવાથી મોટી સંખ્યામાં લોકો ત્યાં કામ કરી રહ્યા હતા. આગની જાણ થતાં જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

શહેરના આઠથી 10 સેન્ટરોની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
ફાયર બ્રિગેડના સુત્રોના જણાવ્યા પ્રમાણે વિકરાળ આગ હોવાથી શહેરના આઠથી 10 સેન્ટરોની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તે ઉપરાંત આગને કાબુ કરવા માટે હાઈડ્રોલિક મશીનની મદદ લેવામાં આવી હતી. હાલમાં આગને કાબુમાં કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાની થયાની વિગતો મળી નથી.

Back to top button