ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

રૂ. 2,000ની નોટ હજુ પણ RBIને મોકલી શકાશે, જાણો કેવી રીતે?

Text To Speech

અમદાવાદઃ જેમની પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે તેઓ રિઝર્વ બેંકમાં જમા કરાવી શકે છે. RBIના જણાવ્યા અનુસાર, 2000ની નોટ બેંક ખાતામાં જમા કરાવવા માટે પોસ્ટ દ્વારા RBIની બ્રાન્ચમાં મોકલી શકાશે. આ સેવા એવા લોકો માટે છે, જેઓ રિઝર્વ બેંકની પ્રાદેશિક શાખાઓથી દૂર રહે છે. આ ઉપરાંત બેંક ખાતામાં ડાયરેક્ટ ક્રેડિટ માટે RBI ઓફિસમાં પોસ્ટ દ્વારા રૂ. 2,000ની નોટ મોકલી શકાશે. RBIએ અગાઉ પણ જાહેરાત કરી હતી કે, રૂપિયા 2000ની બેંકનોટ કાનૂની ચલણી નોટ તરીકે યથાવત રહેશે.

RBIની પ્રેસ રિલીઝ મુજબ, 19મે 2023ના રોજ નોટ પાછી ખેંચવાની જાહેરાત બાદ કુલ 13.56 લાખ કરોડ રૂપિયાની નોટ બજારમાં હતી. નોટ પરત ખેંચાયા બાદ  31 ઑક્ટોબરે માત્ર 0.10 લાખ કરોડ રૂપિયા પરત આવવાના બાકી છે. ટૂંકમાં ચલણમાં રહેલી 2000ની 97% થી વધુ નોટો પરત આવી ગઈ છે. આ સિવાય જે ગ્રાહકોને 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની બાકી છે તેઓ RBIની 19 બ્રાન્ચમાં પોસ્ટ દ્વારા જમાવી કરાવી શકે છે.

નાગરિકો હવે જો જેમની પાસે રૂપિયા 2000ની નોટો રહી હોય તો તેને ભારતીય રિઝર્વ બેંક (RBI)ની અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાત્તા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટણા અને તિરુવનંતપુરમમાં આવેલી શાખાઓમાં જમાવી કરાવી શકે છે.

હમ દેખેંગે ન્યૂઝમાં અગાઉ, મુદત લંબાવવામાં આવતા કેવી રીતે 2000ની ચલણી નોટ પોસ્ટ દ્વારા જમા કરાવી શકાય છે તે અંગેની જાણકારી આપી હતી. તમે નીચેની લિંક પર ક્લિક કરી વધુ માહિતી મેળવી શકો છો.

 વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: નિરાશ ન થશો, 2000ની ચલણી નોટ RBI હજુ સ્વીકારે છે

રિઝર્વ બેંકે એવી પણ સ્પષ્ટતા કરેલી જ છે કે, 2000ની નોટ ચલણમાંથી નાબૂદ નથી થઈ, માત્ર તેને પરત ખેંચી લેવામાં આવી રહી છે. તેથી હજુ પણ જેમની પાસે હોય તે રિઝર્વ બેંકની નિર્ધારિત બ્રાન્ચમાં જમા કરાવી શકે છે.

આ પણ વાંચો: 2000ની નોટ હવે સાતમી ઑક્ટોબર સુધી જમા કરાવી શકાશે, RBIએ રાહત આપી

Back to top button