ટ્રેન્ડિંગનેશનલ

Coca Colaના નામે ફેક્ટરીમાં નકલી કોલ્ડ ડ્રિંક બનાવતા લોકો ઝડપાયા, વીડિયો વાયરલ

Text To Speech

HD News Desk (અમદાવાદ), 31 માર્ચ: ગરમી આવી ગઈ છે અને આ સમયે લોકો આડેધડ ઠંડા પીણા પી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે ઠંડા પીણાની માંગ ઘણી વધી જાય છે. જો કે, આનો લાભ લઈને લોકો નકલી ઠંડા પીણા પણ બજારમાં વેચવા લાગે છે. હાલમાં જ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જ્યાં કેટલાક લોકો નકલી ઠંડા પીણા બનાવતા જોવા મળે છે. આ વીડિયો જોયા પછી તમે થોડા ચિંતિત થઈ જશો કારણ કે આવા ઠંડા પીણા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. વીડિયોમાં સૌથી ચોંકાવનારી વાત છે કોલ્ડ ડ્રિંકનું પેકેજિંગ. જેને Coca Cola નામના સ્ટીકર સાથે બોટલોમાં ભરીને તૈયાર કરવામાં આવી રહી છે.

શું તમે નકલી ઠંડા પીણાં પીઓ છો?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પ્લાસ્ટિકના વાસણમાં Coca Cola જેવું જ નકલી કોલ્ડ ડ્રિંક તૈયાર કરી રહ્યો છે. જ્યારે અન્ય એક વ્યક્તિ તે નકલી ઠંડા પીણાને ખાલી બોટલોમાં ભરતો જોવા મળે છે. અન્ય કેટલાક લોકો છે જે પેકિંગનું કામ કરી રહ્યા છે. બોટલો પર Coca Cola સ્ટીકરો ચોંટાડીને, તેને અસલી કોકો કોલાની બોટલની જેમ તૈયાર કરાઈ છે. તેને જોઈને કોઈને પણ અંદાજો નહીં આવે કે, આ અસલી કોકા કોલા કોલ્ડ ડ્રિંક છે કે નકલી. તે બિલકુલ ઓરિજિનલ કોકા કોલા જેવું જ દેખાય છે.

વીડિયો જોયા બાદ લોકોએ આવી પ્રતિક્રિયા આપી

આ વીડિયોને @Tariq Bhat નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- નકલી કોલ્ડ ડ્રિંક મેન્યુફેક્ચરિંગ યુનિટ. તમે જોઈ શકો છો કે શું થઈ રહ્યું છે. લોકો કેવી રીતે બીજાના જીવન સાથે રમત રમે છે. વીડિયો લખાયો ત્યાં સુધી 15 હજાર લોકોએ તેને જોયો છે અને ઘણા લોકોએ સ્વાસ્થય સાથે ચેડા થતા સવાલો ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો: ચૂંટણી-રંગોળી: થાર કે ફોર્ચુનર નહીં પણ ડાલું લઈને નીકળી પડ્યા ભાજપના ઉમેદવાર પ્રચાર કરવા, જૂઓ વીડિયો

Back to top button