ટ્રેન્ડિંગધર્મ
આ તારીખે જન્મેલા લોકોને ફેબ્રુઆરીમાં રોજ મળશે શુભ સમાચારઃ ધનપ્રાપ્તિના પણ યોગ
જ્યોતિષશાસ્ત્રની જેમ અંક જ્યોતિષ પરથી પણ જાતકોના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વની જાણ થઇ શકે છે. જે રીતે દરેક નામ અનુસાર રાશિ હોય છે તે રીતે દરેક નંબર અનુસાર અંક જ્યોતિષમાં નંબર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર કયો છે તે જોવા માટે તમારી જન્મતિથિ, મહિના અને વર્ષને જોડો. જે સંખ્યા આવશે તે તમારો ભાગ્યાંક હશે. ઉદાહરણ તરીકે મહિનાની 2, 11 અને 20 તારીખે જન્મેલા લોકોનો મુળાંક 2 હશે. જાણો ફેબ્રુઆરી મહિનો કયા લોકો માટે શુભ રહેવાનો છે.
મુળાંક 1
- સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે
- શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યોથી યશ અને માન સન્માનમાં વધારો થશે
- પરિવારમાં શાંતિ રહેશે
- વાહન સુખમાં વૃદ્ધિ થશે
- પરિવાર સાથે કોઇ ધાર્મિક યાત્રા પર જવાનુ થશે
- આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે
- માતાનો સહયોગ મળશે
- રાજકીય મહત્ત્વકાંક્ષા પુર્ણ થશે.
મુળાંક 2
- આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે
- માતા પાસેથી ધનપ્રાપ્તિના યોગ બનશે
- દાંપત્યજીવનમાં વૃદ્ધિ થશે
- કોઇ મંત્રીના સહયોગથી રોજગારના અવસર મળી શકે છે
- પરિવારમાં માન-સન્માન વધશે
- આવકમાં વધારો થશે
- નોકરીમાં પ્રમોશન મળશે
મુળાંક 3
- સંપત્તિથી આવકમાં વૃદ્ધિ થશે
- માતા પાસેથી ધનપ્રાપ્તિના થશે
- કળા અને સંગીત માટે રસ વધશે
- નોકરીમાં કે કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે.
- પારિવારિક જીવન સુખમય રહેશે
- સંતાન તરફથી સુખદ સમાચાર મળશે
- વાહન સુખમાં વિસ્તાર થશે
મુળાંક 7
- આત્મવિશ્વાસમાં વધારો થશએ
- કુટુંબ પરિવારમાં ધાર્મિક કાર્ય થશે
- સંતાન સુખ સારુ રહેશે
- ક્રોધના અતિરેકથી બચીને રહેજો
- વિદેશપ્રવાસની શક્યતાઓ છે.
- મનમાં શાંતિ અને પ્રસન્નતાનો ભાવ રહેશે.
- માતા અને પરિવારની કોઇ વૃદ્ધ વ્યક્તિ પાસેથી ધનપ્રાપ્તિના યોગ છે.
આ પણ વાંચોઃ જાપાનમાં ‘RRR’ને મોટી સફળતા, એસએસ રાજામૌલીએ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી