અમદાવાદમાં ડેન્ગ્યુ, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનથી લોકો પરેશાન
- સોલા સિવિલમાં છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના 53 દર્દીને સારવાર આપવામાં આવી
- વાઇરલ ઈન્ફેક્શનમાં 5 હજારથી વધુને સારવાર અપાઈ
- એક મહિનામાં સ્વાઈન ફલૂના ચાર શંકાસ્પદ કેસ આવ્યા હતા
અમદાવાદમાં ડેન્ગ્યુ, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનથી લોકો પરેશાન છે. જેમાં ડેન્ગ્યૂ, તાવ, શરદી સહિતના વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં મામૂલી ઘટાડો થયો છે. તેમજ સોલા સિવિલમાં એક મહિનામાં ડેન્ગ્યૂના 344 કેસ સાથે વાઇરલ ઈન્ફેક્શનમાં 5 હજારથી વધુને સારવાર અપાઈ છે. તથા તાવ, શરદી, ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના 1,095 કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ સિંચાઈ યોજના જળસમૃધ્ધ બની
સોલા સિવિલમાં છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના 53 દર્દીને સારવાર આપવામાં આવી
શહેરમાં ડેન્ગ્યુ, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં આ સપ્તાહે મામૂલી ઘટાડો નોંધાયો છે, સોલા સિવિલમાં છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના 53 દર્દીને સારવાર આપવામાં આવી છે, ગત સપ્તાહે 85 દર્દી હતા. છેલ્લા એક મહિનાના અરસામાં ડેન્ગ્યુના 344 કેસ નોંધાયા છે. આ ઉપરાંત તાવ, શરદી, ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના 1,095 કેસ ઓપીડીમાં આવ્યા છે, છેલ્લા એક મહિના જેટલા અરસામાં વાયરલ ઈન્ફેક્શનના 5,030 દર્દીને સારવાર આપવામાં આવી છે, ઓપીડીમાં દાખલ થતાં પુખ્ત વયના અંદાજે 10 ટકા જેટલા દર્દીને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાઈમ લોકેશનના 49 પ્લોટ વેચશે
એક મહિનામાં સ્વાઈન ફલૂના ચાર શંકાસ્પદ કેસ આવ્યા હતા
સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે કે, ગત સપ્તાહે ડેન્ગ્યુના 237 શંકાસ્પદ દર્દી સારવાર માટે આવ્યા હતા, જે પૈકી 53 કિસ્સામાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. મેલેરિયાના ગત સપ્તાહે 6 કેસ હતા, આ સપ્તાહે વધીને 9 થયા છે. ચિકન ગુનિયાના શંકાસ્પદ 14 કેસ હતા, જોકે એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી. વાયરલ ઈન્ફેક્શનના ગત સપ્તાહે 1,345 દર્દી હતા, આ વખતે થોડાક ઘટયા છે. ટાઈફોઈડના બે કેસ છે. એક મહિનામાં સ્વાઈન ફલૂના ચાર શંકાસ્પદ કેસ આવ્યા હતા. અલબત્ત, એક પણ રિપોર્ટ પોઝિટિવ નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્વાઈન ફલૂના કારણે છેલ્લા આઠ મહિનામાં બે દર્દીનાં મોત થયા છે.