કૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

સારસા પાટિયાથી પસાર થતી ખારીકટ નદીમાં કેમિકલયુક્ત પાણીથી લોકો પરેશાન

Text To Speech
  • ખેડાના સારસા પાટિયાથી પસાર થતી ખારીકટ નદીમાં કેમિલકયુક્ત પાણી છોડાતાં ખેડૂતોએ વારંવાર તંત્રને રજુઆત કરી છતાં કોઈ કંપનીઓ સામે કોઈ પગલાં નહીં, ખેડૂતો પરેશાન.

ખેડા: સારસાથી નેશનલહાઇવેથી પસાર થતી ખારીકટ નદીને એટલા હદે કેમિકલયુક્ત કરી નાખી છે કે ખારીકટ નદીના પાણીની ગંદ પણ બીમાર કરી શકે એમ છે.

આ નદીના પાણીનો ઉપયોગ નદી તટના ખેડૂતો ખેતી માટે કરે છે. આ ખારીકટ નદીની બાજુમાં આવેલી કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી એટલી હદે છોડવામાં આવી રહ્યું છે કે એ પાણી માણસ તો ઠીક પણ જો પ્રાણી પણ પીવે તો તેનું મૃત્યુ થઈ શકે છે. ખેડૂૂતોએ તંત્રને અનેક વાર રજુઆત કરી છે છતાં તંત્ર કંપનીઓ સામે કોઈ પગલાં ભરી રહી નથી.

વારંવાર રજુઆત છતાં તંત્ર ઊંઘમાં

ખારીકટ નદીમાં કંપનીઓ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરતાં ખેડૂતો પરેશાન થઈ ગયા છે અને ખેડૂતો દ્વારા વારંવાર તંત્રને જાણ કરવામાં આવી છે છતાં તંત્રનો કંપનીઓ પર કોઇ અંકુશ નથી રહ્યો અને કંપનીઓ મનમાની કરીને જેમ ફાવે એમ કેમિકલ યુક્ત પાણી નદીમાં નાખે જાય છે. આ નદીના પાણીનો ઉપયોગ કરનાર ખેડૂતોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે છતાં તંત્ર કંપનીઓ સામે કોઈ પગલાં ન ભરતાં ખેડૂતો પણ તંત્રથી નારાજ છે.

આ પ્રશ્નનો બને એટલો જલ્દી નિકાલ કરવામાં નહીં આવે તો ખેડૂતોના જીવન પર્યાવરણના આવા ગંભીર નુકસાન માટે જવાબદાર કોણ?

આ પણ વાંચો: ગુજરાત: કોમર્સની ડિગ્રી ધરાવતો નકલી ડોક્ટર ઝડપાયો, 1 વર્ષથી દવાખાનું ચલાવતો

Back to top button