ગુજરાતચૂંટણી 2022

મતદાનની ચાલુ કામગીરી વચ્ચે આ જગ્યાઓ પર EVM ખોટકાયા

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું 14 જીલ્લામાં મતદાન યોજાઈ રહ્યુ છે. સવારથી જ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ EVM મશીન બંધ પડી ગયાની બુમો ઉઠી રહી છે. મતદાન કરવા લોકોની મતદાન મથકે ભીડ જોવા મળી રહી છે બીજી તરફ અનેક જગ્યાએ ઈવીએમ મશીન બગડતા મતદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને લઈને ચાંદલોડિયા ખાતે આવેલ શક્તિ સ્કૂલમાં EVM 45 મિનિટ બંધ રહેતા મતદારોએ કર્યો હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ ચાંદલોડીયા વિસ્તારના EVM મશીનમાં ખામી સર્જાતા લોકોને વોટ કરતા રોકી દેવામાં આવ્યા હતા.

આ સાથે મહેમદાવાદ તાલુકાના કેસરા ગામના EVMમાં ખામી સર્જાતા લોકોને હાલાકી પડી હતી. લગભગ અડધા કલાક કરતા પણ વધુ સમય સુધી લોકો વોટ આપી શક્યા ન હતા જેના કારણે લોકોની ભીડ એકઠી થઈ હતી. પંચમહાલના હાલોલમાં EVM મશીન ખોટકાતા તુરંત બદલવામાં આવ્યું હતુ. તેમજ ખાનપુરના બાકોરમાં ત્રણ EVM ખોટકાયા હતા. આ સાથે અમદાવાદના ખોખરામાં પણ ઈવીએમ ખોટકાયુ હતુ.

આ પણ વાંચો;અરવલ્લીના મોડાસામાં અનોખું મતદાન મથક બનાવવામાં આવ્યું, જાણો શું છે ખાસ

મતદાનની કામગીરીમાં વચ્ચે ઈવીએમ ખોટકાતા લોકોને પરેશાન થયા છે. ત્યારે અનેક વિસ્તારો જેવા કે દેવગઢ બારીયાના ફૂલપુરામાં EVM ખોટવાયું છે આ સાથે અરવલ્લીના મોડાસામાં તેમજ સાવલીના ટુંડાવમાં અને વડોદરાના પાદરામાં, આ સાથે બનાસકાંઠાના મીઠાવીચારણ ગામમાં પણ EVM ખોટકાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

આ સાથે કઠલાલના છીપીયાલમાં તેમજ જમાલપુર – ખાડિયામાં પી.આર ટ્રેનિંગ કોલેજમાં EVM ખોટકાયું છે. તેમજ હિંમતનગરના ગામડીમાં EVM ખોટકાતા મતદાન મોડુ શરૂ થયું હતુ અને દાહોદ શહેરના વોર્ડ નં 3માં પણ EVM ખોટવાયું છે.

Back to top button