ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

શિવરાજસિંહ ચૌહાણને મહિલાઓ ઘઉં અને નાણાં આપી રહી છે, જાણો કારણ

  • મધ્યપ્રદેશની વિદિશા બેઠક પરથી શિવરાજ સિંહ ચૌહાણ લડી રહ્યા છે ચૂંટણી
  • મહિલાઓ પુર્વ સીએમને ચૂંટણી ખર્ચ માટે ઘઉં અને નાણાંની મદદ કરી રહ્યા છે
  • સિવરાજસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પર આ વિશે આપી માહિતી

મધ્યપ્રદેશ, 2 મે: મધ્યપ્રદેશના વિદિશાથી ચૂંટણી લડી રહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને મહિલાઓ ઘઉંથી લઈને રુપિયાની આપી રહી છે. મહિલાઓ આ બધું શિવરાજને તેમના ચૂંટણી ખર્ચ માટે આપી રહી છે. મધ્યપ્રદેશના વિદિશા સંસદીય ક્ષેત્રમાં, મહિલાઓ ચૂંટણી લડવા માટે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણને સમર્થન આપવા આગળ આવી રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, કેટલીક મહિલાઓ તેમને ઘઉં આપી રહી છે અને કેટલીક તેમને રોકડ આપી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી ચૌહાણ બુધવારે સિહોર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હતા, જ્યાં મહિલાઓએ તેમને રોકડની સાથે ઘઉંની બોરી પણ આપી હતી અને કહ્યું હતું કે તેઓ આ બધું ચૂંટણી પ્રચાર માટે આપી રહ્યાં છે. આ પ્રસંગે પૂર્વ સીએમ પણ ભાવુક થઈ ગયા હતા.

બહેનો પોતાની મહેનતની કમાણીના પૈસા આપી રહી છે

શિવરાજે સિંહ ચૌહાણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વિશે જણાવ્યું કે, ‘બહેનોએ આજે ​​ઘઉંની થેલી આપી છે, જ્યારે બહેને પૂછ્યું કે તે શા માટે આપે છે, તો બહેને કહ્યું કે ભાઈ, આ ઘઉં તમારા ચૂંટણી ખર્ચ માટે છે. તેઓ અહીં જ ઘઉંની બોરી રાખશે અને ચૂંટણી જીત્યા પછી ત્યાં જ કન્યાભોજન કરાશે , જેમાં હું પણ આવીશ. મારી બહેનો પોતાના પાલવમાંથી પૈસા નિકાળીને આપતા કહે છે કે, ભાઈ આ 10 રુપિયા તમારા ચૂંટણી પ્રચાર માટે છે. સામાન્ય રીતે નેતાઓ ચૂંટણી લડે તો તેમની પાસેથી પૈસા માંગવામાં આવે છે, પણ હું કેટલો ભાગ્ય શાળી છું.  મારા માટે બહેનો પોતાની મહેનતની કમાણીથી કમાયેલા પૈસા ભેગા કરીને ચૂંટણી લડવા આપી રહી છે.

કોંગ્રેસના પતન પર કર્યો કટાક્ષ

ઉલ્લેખનીય છે કે પૂર્વ સીએમ પૂર્વ સીએમ ચૌહાણે કોંગ્રેસની વર્તમાન સ્થિતિને લઈને કોંગ્રેસ પર પ્રહાર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના પતનનું કારણ બાલિશ નેતૃત્વ છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કોંગ્રેસનું આટલું પતન થશે . તેમની ખોટી નીતિઓ, ખોટા નિર્ણયો અને બાલિશ નેતૃત્વને કારણે, જેમાં કોઈ દિશા નથી, કોઈ વિઝન નથી, લોકો સંપૂર્ણપણે નિરાશ થઈ ગયા છે. હવે તો ઉમેદવારો પણ પક્ષ છોડી રહ્યા છે. આ લોકોનો ભાજપ પ્રત્યેનો પ્રેમ છે, તેમને કોંગ્રેસ પાસેથી કોઈ આશા નથી.’

આ પણ વાંચો: ભાજપના ધારાસભ્યની કાર પર પથ્થરમારો, જાણો ક્યાં બની આ ઘટના?

Back to top button