Ghibli Style Image બનાવવા પાછળ લોકો થયા ઘેલા, તમે પણ મફતમાં બનાવો તેવી જ Image


મુંબઈ, 29 માર્ચ : હાલના સમયમાં, Studio Ghibli Styleના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાનો વિષય બન્યા છે. દરેક વ્યક્તિ Ghibli Styleની Image બનાવી રહી છે. ChatGPTના આ નવા ઈમેજ ક્રિએશન ટૂલે કરોડો મોબાઈલ યુઝર્સને નવો અનુભવ આપ્યો છે. ચેટજીપીટીના આ ટૂલથી યુઝર્સ Ghibli Styleમાં સેલિબ્રિટીઝના ફોટો પણ બનાવી રહ્યા છે.
Studio Ghibli Style ઈમેજનો કેટલો મોટો ક્રેઝ છે, તમે એ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે સેમ ઓલ્ટમેનથી લઈને સચિન તેંડુલકર સુધીના મોટા લોકો તેનો હિસ્સો બની રહ્યા છે. જો તમે ચેટજીપીટીના આ નવા ઈમેજ જનરેશન ટૂલનો લાભ લેવા ઈચ્છો છો, તો તમારે તેનું સબસ્ક્રિપ્શન લેવું પડશે.
સબસ્ક્રિપ્શન પ્લાન લેવો પડશે
$20 નું સબ્સ્ક્રિપ્શન લઈને, તમે ChatGPT સાથે એક પ્રકારની Studio Ghibli Styleની Image બનાવી શકો છો. પરંતુ, જો તમારી પાસે સબ્સ્ક્રિપ્શન પ્લાન નથી અને તમે આવી Studio Ghibli Style Image બનાવવા ઈચ્છો છો, તો અમે તમને તે કરવાની એક સરસ રીત જણાવવા જઈ રહ્યા છીએ. તમે Studio Ghibli Styleની Image પણ મફતમાં બનાવી શકો છો.
તાજેતરમાં, ChatGPIT ના નિર્માતા OpenAI ના માલિક સેમ ઓલ્ટમેન દ્વારા એક નવા ઈમેજ જનરેશન ટૂલ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ટૂલ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે આ નવી સેવા ChatGPTના પ્લસ, પ્રો યુઝર્સ, ટીમ તેમજ ફ્રી યુઝર્સ માટે ઉપલબ્ધ હશે.
જો કે, પાછળથી કંપની દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તે થોડા સમય પછી ફ્રી યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. કંપનીએ આમાં એક શરત પણ મૂકી છે. મફત વપરાશકર્તાઓ Studio Ghibli Styleમાં ફક્ત 3 છબીઓ બનાવી શકશે.
Studio Ghibli Style Image મફતમાં બનાવો
જો તમે Studio Ghibli Styleની Image મફતમાં બનાવવા માંગો છો, તો તમે Elon Muskની Grok AI નો ઉપયોગ કરી શકો છો. જો કે Grok AI ChatGPT જેવી સચોટ છબીઓ બનાવી શકતું નથી, તમે તેનો મફતમાં અનુભવ કરી શકો છો. જો તમે Grok નો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમારી પાસે કેટલાક અન્ય વિકલ્પો પણ છે. Google AI સ્ટુડિયોનું લેટેસ્ટ જેમિની મોડલ પણ Ghibli સ્ટાઈલ ઈમેજ બનાવી શકે છે. જો કે, આ પ્લેટફોર્મ કેટલીકવાર વિનંતીને નકારી કાઢે છે.
આ પણ વાંચો :- વર્ષો બાદ મળી અક્ષય કુમારની બે એક્સ ગર્લફ્રેન્ડ, જુઓ રવીના અને શિલ્પાની મુલાકાત