અમેરિકાના કેલિફોર્નિયામાં પુરના કારણે લોકો વિજળી વગર રહેવા મજબૂર, જુઓ વિડિયો
અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય છેલ્લા બે અઠવાડિયાથી ભયાનક વાવાઝોડાની ઝપેટમાં છે. જેમાં અત્યાર સુધીમાં લગભગ 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. કેલિફોર્નિયામાં સ્થિતિ કેટલી હદ સુધી ગંભીર છે તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિ બાઈડને રવિવારે ત્યાં ઈમર્જન્સી જાહેર કરી છે.
આ પણ વાંચો : અમેરિકા : વિશ્વમાં વધતા જતા ભારતના કદ અંગે વ્હાઈટ હાઉસમાં કરાઈ ચર્ચા, જાણો કોણે શું કહ્યું ?
અમેરિકાની નેશનલ વેધર સર્વિસ અનુસાર આજે પણ ભારે વરસાદની આગાહી છે. જેથી કેલિફોર્નિયાના સમસ્ચાઓમાં વઘારો થશે. કહેવાય છે કે આ ભયાનક તોફાન માટે એટ્મોસ્ફિયર રિવર જવાબદાર હોવાનું કહેવાય છે.
મળતી માહિતી અનુસાર, છેલ્લા બે અઠવાડિયામાં કેલિફોર્નિયાના 8 એટ્મોસ્ફિયરિક રિવરનો સામનો કરી ચુક્યું છે. સેન્ટર ફોર વેસ્ટર્ન વેધર એન્ડ વોટર એક્સ્ટ્રીમ્સ અનુસાર, કેલિફોર્નિયામાં આખા વર્ષમાં જેટલી એટ્મોસ્ફિયર રિવર બને છે, જે આ બે અઠવાડિયા દરમિયાન જ બની ગઈ છે. ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક બરફનું તોફાન છે. અત્યારે વધુ બે એટ્મોસ્ફિયરિક રિવર કેલિફોર્નિયામાં આવવાની શક્યાતાઓ છે.
લોકોને સલામત સ્થળે ખસેડાયા
ઈમરજન્સી અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યના 75 હજાર લોકોને સલામત સ્થળે જવાની ચેતવણી આપવામાં આવી છે. 20 હજારથી વધુ લોકો વીજળી વિના જીવવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચો : નેપાળ પ્લેન ક્રેશ: નેપાળનું પોખરા એરપોર્ટ ચીને બનાવ્યું હતું, 14 દિવસ પહેલા ઉદ્ઘાટન થયું હતું
કેલિફોર્નિયામાં ઘણા હાઇવે, રસ્તા અને પુલ પાણીથી ધસી ગયા છે. ઘણા મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે અથવા તો પડી ગયા છે. કેલિફોર્નિયામાં ભારે વરસાદ, તોફાન અને પૂરના કારણે અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર કેલિફોર્નિયામાં તોફાનના કારણે ઘણા બિઝનેસને અસર થઈ છે. વાસ્તવિક નુકસાનની સાચી માહિતી તો સ્થિતિ સામાન્ય થયા બાદ ખબર પડશે.