ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદથી લોકો પરેશાન, આગામી દિવસો માટે હવામાન વિભાગે આપી માહિતી

Text To Speech

દેશમાંથી વરસાદ ધીમે ધીમે વિદાય તરફ છે ત્યારે દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. આ કારણે કારણે દિલ્હી-એનસીઆરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, શુક્રવારે પણ દિલ્હીમાં વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે.

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ પછી વરસાદ બંધ થવાની ધારણા છે, જોકે આકાશ વાદળછાયું રહી શકે છે. આ સિવાય નોઇડા અને ગુરુગ્રામમાં હવામાનની પેટર્ન પણ દિલ્હી જેવી જ રહેવાની ધારણા છે.

આ સાથે જ ઉત્તર ભારત સહિત દિલ્હી-એનસીઆર 28-29 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું પાછું ખેંચાઈ શકે છે. બીજી તરફ ગુરુગ્રામ, નોઈડા-ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં શુક્રવારે વરસાદની સંભાવના વચ્ચે ધોરણ 8 સુધીની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. આ તમામ સ્થિતિને જોતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જિલ્લાની તમામ કોર્પોરેટ અને ખાનગી સંસ્થાઓને કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે.

કેમ હાલમાં વરસી રહ્યો છે ભારે વરસાદ ?

રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદનું કારણ બે અલગ-અલગ હવામાન પ્રણાલીઓ છે. પ્રથમ નીચા દબાણવાળા વિસ્તારની રચના છે, જેમાં ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર-પશ્ચિમ MP/દક્ષિણ-પશ્ચિમ યુપી પર આવેલું છે અને પૂર્વથી પશ્ચિમ યુપી, દક્ષિણ હરિયાણા અને દિલ્હી એનસીઆર સુધી પહોંચે છે. બીજું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમની રચના છે. આ સિસ્ટમ લો પ્રેશર વિસ્તારને પશ્ચિમ તરફ આગળ વધતા અટકાવી રહી છે.

આ પણ વાંચો : વરસાદ બની શકે છે નવરાત્રિમાં ‘વિઘ્ન’, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ ?

Back to top button