ટ્રેન્ડિંગમનોરંજન

ડર લાગે છે કે રામચરણને ત્યાં ફરી દિકરી ન જન્મે, ચિરંજીવીની વાત પર લોકો ભડક્યા

  • એક કાર્યક્રમમાં ચિરંજીવીએ કહ્યું કે તે ઈચ્છે છે કે રામચરણને ત્યાં હવે પુત્રીને બદલે પુત્ર જન્મે, જેથી તેનો વંશ ચાલુ રહે

HD ન્યુઝ ડેસ્કઃ અભિનેતા ચિરંજીવીએ પોતાના એક નિવેદનથી લોકોને નારાજ કર્યા છે. તેમનો પુત્ર રામ ચરણ એક દિકરીનો પિતા છે. એક કાર્યક્રમમાં ચિરંજીવીએ કહ્યું કે તે ઈચ્છે છે કે રામચરણને ત્યાં હવે પુત્રીને બદલે પુત્ર જન્મે, જેથી તેનો વંશ ચાલુ રહે. આ નિવેદન માટે ચિરંજીવીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. લોકો લખી રહ્યા છે કે આ યુગમાં પણ તેઓ કેવી માનસિકતા રાખે છે અને મેઈલ ડોમિનેટિંગ સમાજમાં જીવે છે.

ચિરંજીવીએ શું કહ્યું?

રામ ચરણના પિતા અને અભિનેતા ચિરંજીવીએ એક કાર્યક્રમમાં કંઈક એવું કહ્યું જેના કારણે લોકો તેમને ભેદભાવ કરનારા માની રહ્યા છે. તેઓ ફિલ્મ બ્રહ્મા આનંદમના કાર્યક્રમમાં હતા. ત્યાં તેણે પૌત્રની ઈચ્છા વ્યક્ત કરી. રામ ચરણની પત્ની ઉપાસનાએ થોડા સમય પહેલા એક પુત્રીને જન્મ આપ્યો છે. ચિરંજીવીએ કહ્યું, જ્યારે હું ઘરે હોઉં છું, ત્યારે એવું નથી લાગતું કે હું પૌત્રીઓથી ઘેરાયેલો છું, બલ્કે મને એવું લાગે છે કે હું કોઈ લેડીઝ હોસ્ટેલનો વોર્ડન છું અને હું હંમેશા સ્ત્રીઓથી ઘેરાયેલો રહું છું.’ હું રામ ચરણને કહું છું કે કમસે કમ આ વખતે તો દીકરો પેદા કરશે, જેથી આપણો વારસો ચાલુ રહે. જોકે તેની દીકરી અમારી આંખનો તારો છે, પણ મને ડર છે કે તેને ફરીથી દીકરી ન થાય.

લોકોએ ટ્રોલ કર્યા

ચિરંજીવીના આ નિવેદનથી લોકો નારાજ થયા છે. એક યુઝરે લખ્યું છે કે પ્રિય ચિરંજીવી જી, હું એક અભિનેતા તરીકે તમારો આદર કરું છું. જોક, જો તમે આ વિધાન સ્પષ્ટ કરો તો સારું રહેશે. આ પિતૃસત્તાત્મક લાગી રહ્યું છે અને સૂચવે છે કે ફક્ત છોકરાઓ જ વારસો આગળ ધપાવી શકે છે. શું તમને ડર છે કે તમારા દીકરા અને વહુ ફરીથી છોકરીને જન્મ આપશે કે પછી તમે મજાકમાં કહ્યું? એક કોમેન્ટમાં કહેવાયું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ચિરંજીવી તેમની છબીની વિરુદ્ધ જઈ રહ્યા છે. જોકે કેટલાક લોકો ચિરંજીવીના બચાવમાં એવું પણ લખી રહ્યા છે કે તેમણે આ બધું મજાકમાં કહ્યું હતું.

આ પણ વાંચોઃ આ ગધેડાઓને રોકોઃ મીકા સિંહે રણવીર અલાહાબાદિયા અને સમય રૈના પર કાઢી ભડાસ

આ પણ વાંચોઃતમે પ્રેરણા છોઃ કંગના રણૌતની ઈમરજન્સી જોઈને મૃણાલ ઠાકુરે કરી અનહદ પ્રશંસા

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button