અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત, અમદાવાદમાં આજે પણ ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચ્યો છે. ગઇકાલે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 44.7 તાપમાન નોંધાયું હતુ. ત્યારે અમદાવાદમા આજે પણ યલો એલર્ટ આપવામા આવ્યું છે.
અમદાવાદમાં સૌથી વધુ તાપમાન
અમદાવાદ શહેરની વાત કરવામા આવે તો અમદાવાદમાં ગરમીના પારો 43 ડિગ્રીને પાર પહોંચતા હવામાન વિભાગે યલો એલર્ટની આગાહી કરી છે.ગઈ કાલે અમદાવાદ શહેરમાં 44.7 ડિગ્રીએ તપામાનનો પારો પહોંચ્યો હતો. ત્યારે આજે પણ સવારથી અસહ્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ગરમીને કારણે અનેક લોકો બિમાર પણ થઈ રહ્યા છે.
અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ
અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યનું વધુ ગરમ શહેર અમદાવાદ રહ્યું છે. આ સિઝનની સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધાઈ છે. અમદાવાદમાં 44.7 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ પર 45.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ત્યારે અમદાવાદમાં આજે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અને એક દિવસ બાદ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જાણો ક્યા શહેરમાં કેટલુ તાપમાન નોંધાયું
અન્ય શહેરોની વાત કરવામા આવે તો ગઇકાલે રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો છે. જેમાં ગઇકાલે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 44.7 તાપમાન નોંધાયું હતુ. જ્યારે ગાંધીનગરમાં 44.4 ડિગ્રી તાપમાન,અમરેલી, રાજકોટ અને વડોદરામાં 43 ડિગ્રી તાપમાન, ભુજમાં 41 ડિગ્રી, ડિશામાં 42.8 ડિગ્રી, જૂનાગઢમાં 42 ડિગ્રી, કંડલામાં 40 ડિગ્રી ભાવનગરમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો : Botad : ધરપકડના એક માસ બાદ યુવકનું મોત, પરિવારે પોલીસ પર લગાવ્યા આરોપ