- કાયદાનો ભંગ કરનાર 61 વેપારીઓ દંડ ફટકારાયો
- 61 વેપારીઓ પાસેથી રૂ.11,400 નો દંડ વસૂલાયો
- તમાકુના વેપારીઓ સામે કાર્યવાહી થતા ફફટાડ
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં જાહેર સ્થળો પર તમાકુની બનાવટો વેચતા વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં જાહેર સ્થળો અને પ્રતિબંધિત વિસ્તારોમાં તમાકુ અને તેની બનાવટોનું બેરોકટોક વેચાણ થઇ રહ્યું છે. તેમાં કલમોના ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે કાર્યવાહીની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં કાયદાનો ભંગ કરનાર 61 વેપારીઓ પાસેથી રૂ.11,400 નો દંડ વસૂલાયો છે.
આ પણ વાંચો: બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી હેલિકોપ્ટરથી અંબાજી દર્શનાર્થે જશે
પ્રતિબંધિત વિસ્તારોમાં તમાકુ અને તેની બનાવટોનું બેરોકટોક વેચાણ
સાબરકાંઠા જિલ્લામાં ઘણા વખતથી હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે અનેક નાના મોટા વેપારીઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર સ્થળો અને પ્રતિબંધિત વિસ્તારોમાં તમાકુ અને તેની બનાવટોનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. ત્યારે તાજેતરમાં જિલ્લા આરોગ્ય વિભાગના ટોબેકો કંટ્રોલ સેલના કન્સલ્ટ અને એપેડેમિક મેડીકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મા સહિતના અન્ય વિસ્તારોમાં દરોડો પાડીને આવી બનાવટો વેચતા 61 વેપારીઓને નિયમોના ભંગ બદલ દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી અંદાજે રૂ. 11,400 નો દંડ વસુલ્યો હતો.
તમાકુ મિશ્રિત ચીજવસ્તુઓ નજરે પડતા તે જથ્થો ઝડપી લેવાયો
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર સહિત જિલ્લાના અનેક ઠેકાણે સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બસસ્ટેન્ડ કે રેલવે સ્ટેશન નજીક લોકોની અવરજવર વધુ હોય તેવા સ્થળો પર કે તેની આસપાસ વેપારીઓ દ્વારા પ્રતિબંધિત તમાકુ અને તેની બનાવટોનું વેચાણ કરાઈ રહ્યું છે ત્યારે ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા સ્થળ તપાસ કરીને 61 વેપારીના ધંધાના સ્થળેથી ગુટખા સહિત અન્ય તમાકુ મિશ્રિત ચીજવસ્તુઓ નજરે પડતા તે જથ્થો ઝડપી લેવાયો હતો.
તમાકુના વેપારીઓ સામે કાર્યવાહી થતા ફફટાડ
તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 કાયદાની અમલવારી, દંડ અને વસુલાત અંગે સામાજીક જનજાગૃતિ માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુતરીયા તેમજ કન્સલ્ટન્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.પ્રવિણ ડામોરના માર્ર્ગદર્શન હેઠળ જિલ્લાની દુકાનોમાં તપાસની કામગીરી કરાઈ હતી. જિલ્લાના હિંમતનગર શહેરી, ગ્રામ્ય વિસ્તાર, ઈડર શહેરી વિસ્તાર તેમજ ખેડબ્રહ્મા શહેરી વિસ્તારમાં જાહેર માર્ગો પર તમાકુનું વેચાણ કરતા તેમજ તમાકુ અધિનિયમ 2003ની વિવિધ કલમ કલમ-4 જાહેર જગ્યાએ ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ, કલમ-6(અ) 18 વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુના વેચાણ કરવા કે ખરીદવા પર પ્રતિબંધ તથા 6(બ) – અંતર્ર્ગત શૈક્ષણીક સંસ્થાની 100 વાર વિસ્તારમાં તમાકુંના વેચાણ કરવા પર પ્રતિબંધ જેવી કલમોના ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે કાર્યવાહીની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં તમાકુ વેચાણ કરતી દુકાનોમાં ચેકીંગ હાથ ધરી કાયદાનો ભંગ કરનાર 61 વેપારીઓ પાસેથી રૂ.11,400 નો દંડ વસૂલાયો હતો.