- ડ્રગ્સ પેડલરો ઓનલાઈન પેમેન્ટ મેળવી એક પડીકી લઈને ડિલીવરી કરે છે
- એમડી ડ્ર્ગ્સની પડીકી બજારમાં આશરે 2500ની આસપાસ મળી રહી છે
- યુવતીઓ ફીગર જાળવવા માટે પણ નશાનું સેવન કરી રહ્યુનું બહાર આવ્યું છે
ગુજરાતમાં ડ્રગ્સ વેચવાની પેડલરો નવી મોડસ ઓપરેન્ડીથી પોલીસ પરેશાન છે. જેમાં સેક્સ પાવર વધારવા માટે ડ્રગ્સનો ઉપયોગ વધ્યો છે. તથા ઓનલાઈન પેમેન્ટ કરો, ડ્રગ્સની એક પડીકી ડિલિવર થઈ જાય છે. જેમાં દસ ગ્રામથી ઓછું ડ્રગ્સ હોય તો કેસ કરવામાં કાયદાકીય, વ્યવહારૂ અડચણોનો ગેરલાભ મળે છે.
ડ્રગ્સ પેડલરો ઓનલાઈન પેમેન્ટ મેળવી એક પડીકી લઈને ડિલીવરી કરે છે
MD ડ્રગ્સના નશામાં માટે અનેક યુવતીઓનું શારીરિક શોષણ થતું હોવાનો તપાસમાં ઘટસ્ફોટ છે. એમડી ડ્ર્ગ્સની પડીકી બજારમાં આશરે 2500ની આસપાસ મળી રહી છે. એમડી ડ્રગ્સના કેસ કરવાની સૂચના છતાં કાયદાકીય આંટીઘૂટીને પગલે દસ ગ્રામથી ઓછુ ડ્રગ્સ હોય તો કેસ કરવામાં ડર અનુભવતી પોલીસના ડરનો ફાયદો ડ્રગ્સ પેડલરોએ ઉઠાવવાના ભાગરૂપે નવો કીમીયો શોધી કાઢયો છે. ડ્રગ્સ પેડલરો ઓનલાઈન પેમેન્ટ મેળવ્યા બાદ ડ્રગ્સની એક પડીકી લઈને ડિલીવરી કરવા નીકળે છે. પોલીસ પકડે તો પણ કેસ ના કરી શકે અને કદાચ કેસ થાય તો પણ આસાનીથી છૂટી જવાય તે માટે તરકીબ અજમાવવામાં આવી રહી છે. આમ, ડ્રગ્સના દૂષણ પર બ્રેક વાગવાની જગ્યાએ કાયદાની આંટીઘૂટી અને પોલીસને ડરને પગલે ડ્રગ્સ વેચાણનો ગ્રાફ સતત ઉંચકાઈ રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
આ પણ વાંચો: ગુજરાતના શહેરોમાં ઠંડીનો પારો ગગડયો, માઉન્ટ આબુનુ તાપમાન જાણી રહેશો દંગ
બદલાતી લાઈફ સ્ટાઈલની સાથે હવે અમદાવાદનું યુવાધન પણ એમડી (મેફીડ્રોન) ડ્રગ્સના રવાડે
કોલેજિયન યુવતીઓને મફતમાં ડ્રગ્સ સપ્લાય કરીને તેની આદી બનાવ્યા બાદ પેડલરો તેઓનું શારિરીક શોષણ શરૂ કરે છે. 2500થી 3000 હજારના ઉંચા ભાવે મળતું એમડી ડ્રગ્સ ખરીદી ના શકતી મધ્યમવર્ગીય યુવતીઓને ડ્રગ્સ સપ્લાયના ધંધામાં પણ આરોપીઓ લાવતા હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે. બદલાતી લાઈફ સ્ટાઈલની સાથે હવે અમદાવાદનું યુવાધન પણ એમડી (મેફીડ્રોન) ડ્રગ્સના રવાડે ચઢયું છે. એમાંય સૌથી વધુ એમડી ડ્રગ્સની રવાડે યુવતીઓ ચઢી ગઈ છે. એમડી ડ્ગ્સનું સેવન કર્યા બાદ આશરે સાતથી નવ કલાક સુધી નશો રહેતો હોય છે. જેમાં મોટાભાગ યુવતી સેકસ અને ફિંગર જાળવવા માટે નશાના રવાડે ચઢી જતી હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
આ પણ વાંચો: આતંકીઓની ચોંકાવનારી કબુલાત, હુમલા માટે સોફ્ટ ટાર્ગેટ ગુજરાત
યુવતીઓ ફીગર જાળવવા માટે પણ નશાનું સેવન કરી રહ્યુનું બહાર આવ્યું છે
માલેતુજાર અને શ્રીમંત પરિવારની મહિલાઓ તેમજ યુવતીઓ સેક્સ પાવર વધારવા માટે પણ ડ્રગ્સનું સેવન કરે છે. એમડી ડ્રગ્સનું સેવન મોટે ભાગે યુવતીઓ કરતી હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસ થયો છે. પોલીસે પેડલરો પાસેથી પકડેલા મોબાઈલ ફોનમાં મોટા ભાગના નંબરો યુવતીઓના નીકળ્યા હતા. આ નંબરો અંગે આરોપીઓની પૂછપરછ કરતા ઘટસ્ફોટ થયો હતો કે, તેઓ આ નંબરો ધરાવતી યુવતીઓને એમડી ડ્રગ્સ સપ્લાય કરતા હતા. મોટા ભાગના યુવક-યુવતીઓ એમડી ડ્રગ્સ લેવાથી સેક્સ પાવર વધતો હોવાની માન્યતાને પગલે તેનું સેવન કરતા હોવાનો ખુલાસો આરોપીઓએ કર્યો હતો. આ ઉપરાંત યુવતીઓ ફીગર જાળવવા માટે પણ નશાનું સેવન કરી રહ્યુનું બહાર આવ્યું છે.