- ખરીફ્ સિઝન 2022-23માં 26.15 લાખ ટન ઉત્પાદન થયું
- ગત વર્ષે 17.09 લાખ હેકટરમાં મગફળીની વાવણી થઇ હતી
- છેલ્લા 3 દિવસ દરમિયાન સિંગતેલમાં 15 લિટર ડબ્બો રૂ. 60 ઘટી રૂ. 2930 થયો
ગુજરાતમાં સિઝનની શરૂઆતમાં સિંગતેલના ભાવમાં ઘટાડો થતો રહેશે. જેમાં ગુજરાતમાં 24.87 લાખ ટન મગફળી ઉત્પાદનનો તેલ-મિલર્સનો અંદાજ છે. તથા અનિયમિત હવામાન અને ઓછા વાવેતર વિસ્તારની મગફળીના ઉત્પાદન પર અસર પડશે. સિઝનની શરૂઆતમાં સિંગતેલના ભાવમાં ઘટાડો થતો રહેશે.
આ પણ વાંચો: આજથી બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં, જાણો સમગ્ર કાર્યક્રમ
ખરીફ્ સિઝન 2022-23માં 26.15 લાખ ટન ઉત્પાદન થયું
ખરીફ્ સિઝન 2022-23માં 26.15 લાખ ટન ઉત્પાદન થયું હતું . બજારમાં નવી મગફળીની આવકો શરુ થઇ ગઈ છે અને તેમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. ગુજરાતના તેલ મિલર્સના સંગઠન ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ્સ એન્ડ ઓઈલ સીડ્સ એસોસિએશને રાજ્યમાં ખરીફ્ સિઝન 2023-24માં મગફળીનું 24.87 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મુક્યો છે, જે ગત વર્ષ કરતા 1.27 લાખ ટન ઓછો છે. ખરીફ્ સિઝન 2022-23માં 26.15 લાખ ટન ઉત્પાદન થયું હતું. તેલ મિલર્સના જણાવ્યા પ્રમાણે ઉત્પાદન ઘટવાનું મુખ્ય કારણ વાવેતર વિસ્તારમાં ઘટાડો છે.
આ પણ વાંચો: ગુજરાત: સોશિયલ મીડિયામાં બીભત્સ શબ્દો બોલનાર કિર્તી પટેલ ફરી વિવાદોમાં ફસાઇ
ગત વર્ષે 17.09 લાખ હેકટરમાં મગફળીની વાવણી થઇ હતી
આ ઉપરાંત રાજ્યમાં અનિયમિત વરસાદ પડયો તેના કારણે પણ અનેક જગ્યાએ વાવેતરને નુકસાન થયું હતું. આ બધાની અસર ઉત્પાદન પર આવી છે. ગુજરાતના કૃષિ વિભાગના આંકડા પ્રમાણે આ વર્ષે 16.35 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. ગત વર્ષે 17.09 લાખ હેકટરમાં મગફળીની વાવણી થઇ હતી. બીજી તરફ્ મગફળીની આવકો વધતા સિંગતેલના ભાવમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી આશરે 2 લાખ ગુની નવી મગફળીની આવકો થઇ રહી છે. આવતા દિવસોમાં તેમાં ઓર વધારો થશે ત્યારે ખાદ્યતેલોના ભાવમાં વધુ નરમી આવશે. છેલ્લા 3 દિવસ દરમિયાન સિંગતેલમાં 15 લિટર ડબ્બો રૂ. 60 ઘટી રૂ. 2930 થયો છે.