સિંગતેલના ભાવમાં એક વર્ષમાં 20 ટકાનો વધારો થયો છે. જેમાં ગત વર્ષે સિંગતેલ રૂપિયા 2775 હતું. જે હવે ચાલુ વર્ષે રૂપિયા 2900 સુધી પહોંચ્યું છે. તેમજ
કપાસિયા તેલના ભાવમાં પણ ગત વર્ષે કરતા 20 ટકા વધારો થયો છે. તથા કપાસિયા તેલ રૂપિયા 2280 હતું. તેમજ ચાલુ વર્ષે રૂપિયા 2380ને પાર પહોંચ્યું છે.
જેમાં ખાદ્ય પદાર્થોના ભાવ એક વર્ષમાં 20 ટકાથી વધુ વધ્યા છે.
આ પણ વાંચો: PM મોદી 30 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ
તા. 23થી 30 સુધીનું વેકેશન જાહેર કરાયું
રાજકોટ સિંગતેલ ઉંચાઈએ સ્થિર રહીને તેલ બજારો તા. 23થી 30 સુધીનું વેકેશન જાહેર કરાયું છે. તો બીજી તરફ યાર્ડમાં મગફળીના સોદા પણ બંધ થયા હતા.
વિ.સં. 2078ના (ઓક્ટોબર-2022)ની વિદાય વખતે સિંગતેલ 15 કિલો નવા ટીનના રૂ.2745-2815(15 લિટરના રૂ.2695-2765), કપાસિયા તેલના
રૂ.2330-2380 નો આ નવો ભાવ ભરવામાં આવે છે.
આ પણ વાંચો: શું આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ભાજપ પોતાનો જ રેકોર્ડ તોડી શકશે?
સૂર્યમુખી તેલના રૂ.2330-2370
પામોલીન તેલના રૂ.1625-1630, સૂર્યમુખી તેલના રૂ.2330-2370, વનસ્પતિ ઘીના રૂ.1540-1650, નારિયેળ તેલના રૂ. 2250-2300, એરંડા તેલના
2450-2480ના, રાઈના તેલના રૂ.2160-2180 અને કોર્ન ઓઈલના રૂ. 2050-2110 પ્રતિ 15 કિલો લેખે સોદા થયા હતા. હવે તા. 30ના બજારો ખુલશે.