ગુજરાતમાં ખાદ્ય તેલોના ભાવમાં એક માસથી એકધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં સિંગતેલમાં ભાવ વધારો સતત જોવા મળ્યો છે. તેમાં હવે પાછો વધારો થયો છે. તેમજ ઓગષ્ટના આરંભે પામતેલના ભાવ ડબ્બાના રૂપિયા 405નો ઘટાડો થયો છે. ત્યારે સિંગતેલના ભાવ ઓગષ્ટ આરંભે રૂ.2750-2800 પર હતા તેમાં હવે રૂપિયા 20નો વધારો થયો છે.
તેલના ભાવ કૃત્રિમ રીતે વધારવામાં આવ્યા
જ્યારે કપાસિયા તેલમાં રૂપિયા 95નો ડબ્બે ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 17 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે અને હાલ માર્કેટમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે. ત્યારે રાજકોટ યાર્ડમાં હાલ 2 લાખ કિલો મગફળીની આવક રોજ નોંધાય છે જેના ભાવ રૂપિયા 1100થી 1300 વચ્ચે સ્થિર રહ્યા છે. આ પહેલા મિલરોએ સસ્તામાં મગફળી ખરીદી છે અને છતાં મગફળીમાંથી નીકળતા તેલના ભાવ કૃત્રિમ રીતે વધારવામાં આવ્યા છે.
વરસાદ પણ સારો રહ્યો હોય મબલખ પાકની ધારણાં
તેમજ કપાસનું આ વખતે ગત વર્ષથી પણ 6થી 7 ટકા વધારે , 25.50 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે અને વરસાદ પણ સારો રહ્યો હોય મબલખ પાકની ધારણાં છે. છતાં કપાસિયા તેલમાં પામતેલની સાપેક્ષે ઓછો ઘટાડો થયો છે. ગત માસના આરંભે રૂપિયા 2450-2500ના ભાવે નવો 15 કિલોનો કપાસિયા તેલનો ડબ્બો વેચાતો હતો તેના ભાવ આજે રૂપિયા 2355-2405 થયા છે.