2002માં ‘પાઠ ભણાવ્યા’ બાદ ગુજરાતમાં શાંતિ, અમિત શાહે ચૂંટણી વચ્ચે કહી મોટી વાત
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે ગુજરાતમાં અગાઉ અસામાજિક તત્વો હિંસા આચરતા હતા અને કોંગ્રેસ તેમને ટેકો આપતી હતી. પરંતુ 2002માં તેમને પાઠ ભણાવવામાં આવ્યા બાદ ગુનેગારોએ આવી પ્રવૃત્તિઓ બંધ કરી દીધી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્ય પર નિયંત્રણ મેળવીકાયમી શાંતિ સ્થાપી છે. ગુજરાતમાં ફેબ્રુઆરી 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેનને આગ ચાંપવામાં આવ્યા બાદ રાજ્યના કેટલાક ભાગોમાં મોટા પાયે
હિંસા જોવા મળી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ઉમેદવારોએ મતદારોને રીઝવવા “દલાલો”ને કામ આપ્યું
કોંગ્રેસે આવા તોફાનો દ્વારા પોતાની વોટબેંક મજબૂત કરી
રાજ્યમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહે ખેડા જિલ્લાના મહુધા ખાતે ભાજપના ઉમેદવારોની તરફેણમાં રેલી યોજી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન (1995 પહેલા) અવારનવાર કોમી રમખાણો થતા હતા. કોંગ્રેસ વિવિધ સમુદાયો અને જાતિના સભ્યોને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરતી હતી. કોંગ્રેસે આવા તોફાનો દ્વારા પોતાની વોટબેંક મજબૂત કરી અને સમાજના એક મોટા વર્ગને અન્યાય કર્યો છે.
આ પણ વાંચો: કુતુબુદ્દીન-અશોક પરમાર: જાણો રમખાણોના ‘પોસ્ટર બોય’ ગુજરાત મોડલ વિશે શું માને છે
2002માં પાઠ શીખવવામાં આવ્યા
અમિત શાહે દાવો કર્યો હતો કે ગુજરાતમાં 2002ના રમખાણો એટલા માટે થયા હતા કારણ કે લાંબા સમયથી કોંગ્રેસના સમર્થનને કારણે ગુનેગારોને હિંસા કરવાની આદત પડી ગઈ હતી. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું, “પરંતુ 2002માં પાઠ શીખવવામાં આવ્યા પછી, આવા તત્વોએ તે રસ્તો (હિંસાનો) છોડી દીધો. તેઓ 2002 થી 2022 સુધી હિંસાથી દૂર રહ્યા. તેમણે કહ્યું કે ભાજપે કોમી હિંસામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરીને ગુજરાતમાં કાયમી શાંતિ લાવી છે.
આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી, BJPના મંત્રીએ કહ્યું- ગુજરાતમાં હારી ગયા તો…
કલમ 370 નાબૂદ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર
જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 નાબૂદ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ તેની વોટ બેંકના કારણે તેની વિરુદ્ધ છે.