ટ્રેન્ડિંગસ્પોર્ટસ

પાકિસ્તાનની ફજેતી થઈ: ચાલુ મેચમાં વરસાદ થતાં વાઈપર લઈને સાફ કરવા લાગ્યા, દેશી જુગાડ જોઈ લોકોએ ટ્રોલ કર્યા

લાહોર, 1 માર્ચ 2025: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે 28 ફેબ્રુઆરીના રોજ મહત્ત્વની મેચ થવાની હતી. પણ વરસાદના કારણે આ મેચ થઈ શકી નહીં. ગ્રાઉન્ડ સ્ટાફના પ્રયાસો છતાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમનું મેદાન સુકવી શક્યા નહીં. એટલા માટે બીજી ઈનિંગ્સમાં ફક્ત 12.5 ઓવર રમ્યા બાદ મેચને રોકવી પડી. જો કે તેમ છતાં પણ વરસાદ અટક્યો નહીં. તેથી મેચ ફરી શરુ થઈ શકી નહીં અને અંતે મજબૂરીમાં મેચને રદ કરવી પડી. તેનાથી કાંગારુ ટીમે આસાનીથી સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી. તો વળી અફઘાની ટીમને ભારે નુકસાન થઈ ગયું. ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટૂર્નામેન્ટની તૈયારીઓને લઈને ફેન્સના ટાર્ગેટ પર આવી ગયું. તેમની ખૂબ ફજેતી થઈ રહી છે.

વાઈપરથી સુકવી રહ્યા હતા મેદાન

અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની મેચ રદ થયા બાદ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગ્રાઉન્ડ સ્ટાફ મેદાનમાં રહેલા પાણીને વાઈપરથી સુકવવાની કોશિશ કરી રહ્યા હતા. મોટા ભાગે આવા વાઈપર ઘરોમાં વપરાતા હોય છે. આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ પીસીબીને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. આટલી મોટી ટૂર્નામેન્ટમાં આટલી ખરાબ વ્યવસ્થાથી પાકિસ્તાનની મેજબાની પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. તો વળી કેટલાય ફેન્સ ખરાબ ડ્રેનેજ સિસ્ટમ અને મેદાન સુકવવાની નવી ટેકનોલોજીવાળા કોઈ સાધનો નહીં હોવાને લઈને મજાક ઉડાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ જ કારણે અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થયું છે.

વરસાદ રોકાયા પણ મેચ શરુ થઈ નહીં

અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની મેચ પર પહેલા જ વરસાદના એંધાણ હતા. જો કે પહેલી ઈનિંગ્સ દરમ્યાન હવામાને સાથ આપ્યો. પણ બીજી ઈનિંગ્સની 13મી ઓવરમાં અચાનક વરસાદ આવ્યો. લાંબા સમય સુધી મેચ રોકવી પડી, પણ વરસાદ રોકાવાનું નામ ન લીધું. મેદાનમાં કેટલીય જગ્યાએ પાણી ભરાઈ ગયા. તેને સુકવીને મેચ પુરી કરી શક્યા હતો. પણ સ્ટેડિયમમાં પુરતી વ્યવસ્થા ન હોવાના કારણે આ મેચ રદ કરવી પડી.

આ પણ વાંચો: અમદાવાદની લવ સ્ટોરી: 13 વર્ષ પહેલા સગાઈ તૂટી, હવે નંબર બ્લોક કરી દેતા પ્રેમિકા ગુસ્સે થઈ,આશિક પર ચાકૂના ઘા મારી દીધા

Back to top button