IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

PBKS vs RR: રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

ચંદીગઢ, 13 એપ્રિલ: IPL 2024ની 27મી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમો સામ સામે છે. ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

 

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવન: જોની બેરસ્ટો, અથર્વ તાઈડે, પ્રભસિમરન સિંઘ, સેમ કુરેન(C), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા(W), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, રબાડા

રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન: સંજુ સેમસન(w/c), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, તનુષ કોટિયન, કેશવ મહારાજ, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ

IPL 2024માં શું છે સ્થિતિ?

IPL 2024માં અત્યાર સુધી પંજાબ અને રાજસ્થાન બંને પાંચ-પાંચ મેચ રમી ચૂક્યા છે. જો કે, રાજસ્થાન રોયલ્સે આ સમયગાળા દરમિયાન ચાર મેચ જીતી છે, જ્યારે પંજાબ કિંગ્સને માત્ર બે જ જીત મળી છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટોપ પર છે જ્યારે પંજાબ કિંગ્સ આઠમા સ્થાને છે. રાજસ્થાનનો કેપ્ટન સેમસન શાનદાર ફોર્મમાં છે, જ્યારે પંજાબનો કેપ્ટન ધવન ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે.

પીચ રિપોર્ટ

IPL 2024ની 27મી મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ બેટ્સમેનો માટે યોગ્ય ગણાય છે. ઉપરાંત, અહીં બેટિંગ કરવી બીજી ઇનિંગ્સમાં પણ સરળ બની જાય છે. નવો બોલ આ મેદાન પર શરૂઆતમાં ઝડપી બોલરોને મદદ કરે છે.

પંજાબ અને રાજસ્થાન વચ્ચે હેડ ટૂ હેડ

IPLના ઈતિહાસમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો 26 વખત આમને-સામને આવી છે. આ સમયગાળા દરમિયાન રાજસ્થાને વધુ વખત જીત મેળવી છે. રાજસ્થાને પંજાબ કિંગ્સ સામે 15 મેચ જીતી છે, જ્યારે પંજાબે 11 મેચ જીતી છે. પંજાબ સામે રાજસ્થાનના બેટ્સમેનો અલગ અંદાજમાં રમે છે.

આ પણ વાંચો: IPLમાં સૌથી વધુ બેટ્સમેનોને શૂન્ય પર આઉટ કરનાર 5 બોલરોમાં કોનો કોનો સમાવેશ?

Back to top button