ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

પેટીએમનો Paytm Payments Bank સાથેનો કરાર પૂરો, હવે શું થશે?

Text To Speech
  • પેટીએમ દ્વારા ફરી એકવાર કહેવામાં આવ્યું કે Paytm App, Paytm QR, Paytm સાઉન્ડબોક્સ અને Paytm કાર્ડ ચાલુ રહેશે

HD ન્યૂઝ ડેસ્ક, 1 માર્ચ: પેટીએમનું સંચાલન કરતી કંપની One97 કોમ્યુનિકેશન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર આરબીઆઈની કાર્યવાહી વચ્ચે બંને વચ્ચેના કરારોને સમાપ્ત કરવાની મંજૂરી આપી છે. શુક્રવારે આ નિર્ણય વિશે માહિતી આપતા One97 કોમ્યુનિકેશન્સે કહ્યું કે, ‘આ પગલું બંને કંપનીઓ વચ્ચે એકબીજા પર નિર્ભરતા ઘટાડવા માટે લેવામાં આવ્યું છે.’ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે માર્ચ 1, 2024ના રોજ આ કરારોને સમાપ્ત કરવા અને શેરધારકોના કરારમાં સુધારાને મંજૂરી આપી છે.

RBIની કડકાઈની અસર

Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL) નિયમોનું પાલન ન કરવા બદલ ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી કડકતાનો સામનો કરી રહી છે. RBI એ PPBL ને 15 માર્ચ પછી ગ્રાહક ખાતાઓ, વોલેટ્સ, ફાસ્ટેગ અને અન્ય સાધનોમાં નવી રકમ અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો છે. One97 કોમ્યુનિકેશન્સે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપની અને તેની પેટાકંપની PPBLએ સ્વતંત્ર કામગીરી પ્રત્યે PPBLના અભિગમને મજબૂત કરવા વધારાના પગલાં લીધા છે. નિર્ભરતા ઘટાડવાની આ પ્રક્રિયાના ભાગ રૂપે Paytmએ PPBL સાથેના કરાર પુરા કરવા પરસ્પર સંમત થયા છે.

Paytm એપ, Paytm QR ચાલુ રહેશે

PPBL ના શેરધારકો પણ PPBL ના વધુ સારા સંચાલન માટે શેરધારકો કરારને સરળ બનાવવા માટે સંમત થયા છે. Paytm એ અગાઉ જાહેરાત કરી હતી કે તે અન્ય બેંકો સાથે નવી ભાગીદારી પર હસ્તાક્ષર કરશે અને તેના ગ્રાહકો અને વેપારીઓને સીમલેસ સેવાઓ પ્રદાન કરવા માટે પગલાં લેશે. આ સાથે Paytmએ ફરી એકવાર કહ્યું છે કે, ‘Paytm App, Paytm QR, Paytm સાઉન્ડબોક્સ અને Paytm કાર્ડ કામ કરતા રહેશે.

RBIની મુદ્દત 15 માર્ચ સુધી લંબાવવામાં આવી

RBI એ PPBL ને 29 ફેબ્રુઆરી પછી ગ્રાહક ખાતાઓ, વોલેટ્સ, ફાસ્ટેગ અને અન્ય સાધનોમાં નવી રકમ અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં આ સમયમર્યાદા વધારીને 15 માર્ચ કરવામાં આવી હતી. મુશ્કેલીઓનો સામનો કર્યા પછી, Paytmના સ્થાપક વિજય શેખર શર્માએ PPBLના પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પણ પુનઃરચના કરવામાં આવી છે.

આ પણ વાંચો: Paytm પેમેન્ટ બેંકના ચેરમેન પદ પરથી વિજય શેખર શર્માએ આપ્યું રાજીનામું

Back to top button