Paytm શેરમાં 10 ટકાનો ઘટાડો થતા સાથે સોફ્ટ બેંકની ભાગીદારી પર થઈ અસર
સોફ્ટ બેંકની Paytmમાં 17.45 ટકાની ભાગીદારી છે. આ બ્લોક ડીલ બાદ સોફ્ટ બેંકની ભાગીદારીમાં ઘટીને 12.9 ટકા પર આવી જશે.
ફિનટેક કંપનીના Paytmના શેરમાં ગુરુવારે ટ્રેડિંગ સત્રમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સ્ટોક એક્સચેન્જ પર Paytmના શેરની થયેલી બ્લોક ડીલ પછી શેર 6.5 ટકાના ઘટાડા સાથે ખુલ્યો હતો. પરંતુ ભારે વેચાણ બાદ આ શેરમાં 10ટકાનો ઘટાડો થયો હતો અને તેનો ભાવ 541 થયો હતો. 26 જુલાઈ 2022, પછી Paytm શેર સૌથી નીચેના સ્તરનો હતો.
આ પણ વાંચો : મોંઘવારીનો વધુ એક માર, SBIએ વ્યાજ દરમાં કર્યો વધારો
એવું માનવામાં આવે છે, કે સ્ટોક એક્સચેન્જ પર 3.1કરોડ શેરના મોટા સોદા થયા હતા. જેમાં 2.90 કરોડના શેર જાપાની રોકાણકાર સોફ્ટ બેંકે બુધવારે ક્લોજીંગ પ્રાઈઝ 7.72 ટકાના ડિસ્કાઉન્ટ સાથે Paytmમાં પોતાનો હિસ્સો બ્લોક ડીલ દ્વારા વહેંચયો હતો. 30 સપ્ટેમ્બર 2022 સુધી સોફ્ટ બેંક પાસે 17.45 ટકાની ભાગીદારી હતી.તેમજ સોફ્ટ બેંકએ 900 રૂપિયાના ભાવે આ ભાગીદારી ખરીદી હતી.
18 નવેમ્બર 2022 અને શુક્રવારના દિવસે Paytmના IPOમાં રોકાણ કરનાર કંપનીના રોકાણકારોના લોક ઇન પિરિયડ પૂરો થવાના આરે હતો. એવું માનવામાં આવે છે કે લોક ઇન પિરિયડ પૂરો થયા પછી શેરના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. આ કારણથી Paytm શેર પર દબાવ બની રહ્યો છે.
Paytmના શેરના IPO ગયા વર્ષે 2021માં આવ્યા હતા. ત્યારે કંપની દ્વારા 2150 રૂપિયાના ભાવના IPO બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ સ્ટોક એક્સ્ચેન્ઝ પર લીસ્ટીંગ પછી Paytmના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. 24150ના શેર અત્યારે 547 રૂપિયા પર વેચાઈ રહ્યા છે. એટલે કે Paytmના IPOમાં 75 ટકાના ઘટાડા સાથે વેચાઈ રહ્યા છે. Paytmનું માર્કેટ કેપ હાલમાં ઘટીને 35,469 કરોડ રૂપિયા પર આવી ગયું છે. પેટીએમનો સ્ટોક અગાઉ 510 રૂપિયાના સ્તરે આવી ગયો છે. જો કે, 2021માં માર્કેટમાં ઘણી લિસ્ટેડ થનારી કંપનીઓ માટે, પ્રી-આઈપીઓમાં રોકાણ કરનારા રોકાણકારો માટે લોક-ઈન પિરિયડ પૂર્ણ થવા જઈ રહ્યો છે.