ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

Paytmએ 1000થી વધુ લોકોની છટણી કરી

Text To Speech

25 ડિસેમ્બર, 2023ઃ દેશના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ પૈકીના એક Paytmમાંથી 1000થી વધુ લોકોને નોકરીમાંથી બરતરફ કરી દેવાયા છે. Paytmની પેરેન્ટ કંપની One97 Communicationsએ 1000થી વધુ લોકોને તેમની નોકરીમાંથી કાઢી મૂક્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં કંપનીના વિવિધ એકમોમાંથી છટણી કરવામાં આવી છે.

RBIની નવી ગાઈડલાઈન્સ બની કારણ

એવું માનવામાં આવે છે કે Paytmએ ‘Buy Now Pay Later’ની સેવા બંધ કરવા અને નાના કદની લોન આપવાના વ્યવસાયમાંથી બહાર આવવાને કારણે આ છટણી કરી છે. RBIએ દેશમાં વધતી જતી અસુરક્ષિત લોનને ઘટાડવા માટે નવી ગાઈડલાઈન બહાર પાડી હતી. આ પછી, બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડ જારી કરવા, વ્યક્તિગત લોનનું વિતરણ કરવા અને મોટાભાગની ઇલેક્ટ્રોનિક્સ ખરીદવા માટે ઉપયોગમાં લેવાતી ‘બાય નાઉ પે લેટર’ સેવાને અસર થઈ છે.

Koo કંપનીએ કરી છટણી, 30 ટકા કર્મચારીઓને છૂટા કર્યા

paytm

Paytmમાં આ છટણી ડિજિટલ કંપનીઓમાં આ વર્ષની સૌથી મોટી છટણી છે. આ કંપનીના કુલ કર્મચારીઓના લગભગ 10 ટકા છે. મોટાભાગની છટણી લોન બિઝનેસ યુનિટમાંથી થવાની શક્યતા છે. જોકે, Paytm દ્વારા હજુ સુધી આ છટણી અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

Googleમાંથી પણ 30,000 લોકોની કરાશે છટણી

આ દરમિયાન એક સમાચાર વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન Google સાથે પણ જોડાયેલા છે. ગૂગલે તેની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઝડપથી વિકસાવી છે, જેના કારણે તે આગામી દિવસોમાં લગભગ 30,000 લોકોને નોકરીમાંથી કાઢી શકે છે. Google આગામી દિવસોમાં તેના એડ-સેલ્સ વિભાગમાંથી લગભગ 30,000 લોકોની છટણી કરી શકે છે. આ વર્ષની શરૂઆતમાં ગૂગલે 12,000 લોકોને તેમની નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.

METAએ ફરીથી કરશે કર્મચારીઓની છટણી, 10,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય

Back to top button