ટ્રેન્ડિંગબિઝનેસ

Paytm એ સોફ્ટબેંકની સંપત્તિને કરી બરબાદ, આટલા કરોડનું નુકસાન ભોગવી કંપનીએ છેડો ફાડ્યો

Text To Speech
  • પેટીએમના શેર રૂ. 1,955 પર લિસ્ટ થયા હતા, જે તેની ઇશ્યૂ કિંમત કરતા નવ ટકા નીચા હતા. પેટીએમના શેરમાં ઘટાડો ચાલુ છે. હાલમાં કંપનીનો શેર રૂ. 465.20 પર ટ્રેડ થઈ રહ્યો છે

મુંબઈ, 14 જુલાઈ: પેટીએમમાં રોકાણ કરનાર સોફ્ટબેંકને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જાપાનની સોફ્ટબેંકની રોકાણ શાખા સોફ્ટબેંક વિઝન ફંડે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં લગભગ $150 મિલિયન (રૂ. 1252 કરોડ) ની ખોટ સહન કર્યા પછી પેટીએમમાંથી બહાર નીકળી ગઈ છે. SoftBank એ 2017 માં Paytm બ્રાન્ડની પેરેન્ટ કંપની One97 Communications માં લગભગ $1.5 બિલિયનનું રોકાણ કર્યું હતું. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “સોફ્ટબેંક 10-12 ટકાના નુકસાન સાથે Paytmમાંથી બહાર નીકળી ગઈ છે. કુલ નુકસાન લગભગ $150 મિલિયન છે.” સોફ્ટબેંકે સરેરાશ રૂ. 800 પ્રતિ શેરના ભાવે પેટીએમના શેર ખરીદ્યા હતા.

IPO પહેલા 18 ટકા હતો હિસ્સો

2021 માં કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (IPO) પહેલાં SoftBank પેટીએમમાં ​​લગભગ 18.5 ટકા હિસ્સો ધરાવતી હતી. તે SVF ઇન્ડિયા હોલ્ડિંગ્સ (કેમેન) લિમિટેડ દ્વારા 17.3 ટકા અને SVF પેન્થર (કેમેન) લિમિટેડ દ્વારા 1.2 ટકા ધરાવતી હતી. SVF પેન્થરે IPO દરમિયાન તેનો સમગ્ર હિસ્સો રૂ. 1,689 કરોડ રુપિયા એટલે કે લગભગ $22.5 કરોડ ડોલરમાં વેચ્યો હતો.

સોફ્ટબેંકે સરેરાશ 800 રુપિયાના ભાવે શેર ખરીદ્યા હતા

અન્ય એક સૂત્રએ જણાવ્યું કે, “સોફ્ટબેંકે તે સમયે જાહેરાત કરી હતી કે તે IPOના સમયથી 24 મહિનાની અંદર Paytmમાંથી બહાર નીકળી જશે. બહાર નીકળવાનો નિર્ણય સોફ્ટબેંકની યોજનાઓને અનુરૂપ છે. જો કે, કંપનીએ તે સમયે નુકસાન ઉઠાવવાનું વિચાર્યું ન હતું. સોફ્ટબેંકે સરેરાશ રૂ. 800 પ્રતિ શેરના ભાવે પેટીએમના શેર ખરીદ્યા હતા. પેટીએમના શેર રૂ. 1,955 પર લિસ્ટ થયા હતા, જે તેની ઇશ્યૂ કિંમત કરતા નવ ટકા નીચા હતા. પેટીએમના શેરમાં ઘટાડો ચાલુ છે. હાલમાં કંપનીનો શેર રૂ. 465.20 પર ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: વીમા પૉલિસીને લઇને છો કન્ફ્યુઝ? તો જાણો કયો વીમો કઈ ઉંમરે માટે છે સારો

Back to top button