Paytmના ગ્રાહકોની બનશે નવી આઈડી, કંપનીએ ચાર બેંકોમાં ચાલુ કરી શિફ્ટીંગની પ્રોસેસ
- Paytm હવે યુઝર્સની નવી UPI ID બનાવશે
- કંપનીએ પોતાના ગ્રાહકોને અન્ય બેંકોમાં કર્યા ટ્રાન્સફર
- AXIS, YES, HDFC, SBI એમ કુલ ચાર બેંકોનો સમાવેશ
HDNEWS, 18 એપ્રિલ: પેટીએમ પેયમેન્ટ્સ બેંકની સેન્ટ્રલ બેંકના ઓડીટ રિપોર્ટંમાં નિયમોનું પાલન ન કરતા અને તેના વ્યવહારોમાં અનિયમિતતાઓ જોવા મળી હતી. માટે આરબીઆઈએ 31 જાન્યુઆરીએ પેટીએમબેંકના વિરોધમાં 31 જાન્યુઆરીએ કાર્યવાહી કરી હતી જેમાં ડીપોજિટ લેવા ક્રેડીટ ટ્રાન્જેક્શન પર રોક લગાવી દીધી હતી. અને જેના પગલે પેટીએમને તેના બિઝનેસમાં મોટો ફટકો પડ્યો હતો. આથી હવે પેટીએમની પીએસપી (પાર્ટનર પેયમેન્ટ્સ સર્વિસ પ્રોવાઈડર) તરીકેની માન્યતા રદ થઈ ગઈ હતી. આથી પેટીએમના વપરાશકર્તાઓને અન્ય બેંકોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે જેના માટે પેટીએમે ચાર બેંકો સાથેની પ્રોસેસ પણ ચાલુ કરી દીધી છે.
અન્ય બેંકોમાં ગ્રાહકોને શિફ્ટ કર્યા
પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશને પોતાના ગ્રાહકોને 17 એપ્રિલથી પીએસપી પાર્ટનર બેંન્કો જેવી કે એક્શિસ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ બેંક અને યસ બેંકમાં શિફ્ટ કરવાનું શરુ કર્યું છે. પેટીએમ અત્યાર સુધી પીએસપી બેંકની જેમ કામગીરી કરી રહી હતી. જોકે સેન્ટ્રલ બેંક RBIના નિયમોનું પાલન ન કરતા વન97 કોમ્યુનિકેશને બીજી પીએસપી બેંકો પર પોતાના ગ્રાહકોને શિફ્ટ કરવાનું ચાલું કર્યું છે.
પીએસપી બેંક શું છે?
પીએસપી (પાર્ટનર પેયમેન્ટ્સ સર્વિસ પ્રોવાઈડર) બેંક એટલે કે જે યુપીઆઈ એપને બીજી બેંન્કો સાથે જોડવાનું કામ કરે છે. આ પીસેપી બેંક માત્ર બેંક તરીકે કામ કરી શકે છે. જોકે પેટીએમ બેંકની માન્યતા રદ થવાથી કંપની પોતાના ગ્રાહકોને અન્ય ચાર બેંકો AXIS,YES, HDFC અને SBI બેંકમાં શિફ્ટ કરવાની પ્રોસેસમાં લાગી ગઈ છે. આ પ્રોસેસમાં પેટીએમ યુપીઆઈ વપરાશકર્તા ગ્રાહકોને એક પોપ-અપ નોટિફિકેશન આવશે જેમાં તેઓેને @Ptsbi, @pthdfc, @ptaxis અને @ptyesમાંથી કોઈ પણ એક સાથે યુપીઆઈ આઈડી બનાવવામાં માટે પરમિશન લેવામાં આવશે. 14 માર્ચ 2024માં પેટીએમની પેરન્ટ કંપની વન97કોમ્યુનિકેશનને થર્ડ પાર્ટી એપ્લીકેશન પ્રોવાઈડર (TPAP) હેઠળ મંજુરી મળ્યા પછી આ પ્રોસેસ તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવાઈ હતી. જેનાથી બધા પેટીએમ યુઝર્સના ખાતામાં આ પીએસપી બેંકોને શિફ્ટ કરવામાં સરળતા થઈ ગઈ છે. જેની માહિતી કંપનીએ માહિતી એક્શચેન્જ ફાઈલમાં આપી છે.
NPCIની સાઈટ પર અવેલેબલ ડીટેલ્સ મુજબ પેટીએમની યુપીઆઈ માર્કેટમાં ભાગીદારી 9ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જે ચાર વર્ષની સોથી ઓછી છે. ફેબ્રુઆરીમાં તે ઘટીને 11 ટકા પર આવી ગઈ હતી.
આ પણ વાંચો: ઈશા અંબાણીની મોટી ડીલ – 145 સ્ટોર ધરાવતી 24 સેવન ગ્રોસરી ફર્મને કરી શકે છે ટેકઓવર