ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Paytm કેસઃ એક પાન કાર્ડ ઉપર 1000 ખાતાં! આ રીતે RBIના રડાર પર આવ્યું?

  • Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધનું મુખ્ય કારણ યોગ્ય ઓળખ વગર બનાવવામાં આવેલા કરોડો ખાતા છે

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: રિસર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 31 જાન્યુઆરીએ Paytm પેમેન્ટ્સ બેંક (Paytm Banking Service) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફાસ્ટેગ, વોલેટ અને તેના બેંક ખાતામાં પૈસા જમા કરાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. RBIએ કહ્યું છે કે, Paytm બેંકિંગ સેવા 29 ફેબ્રુઆરી પછી કામ કરશે નહીં. નિયમોના ઉલ્લંઘનને કારણે RBIએ આ બેંક પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ શું તમે જાણો છો કે Paytm પેમેન્ટ્સ બેંક RBIના રડાર પર કેવી રીતે આવી? તો ચાલો જાણીએ કે, Paytm પેમેન્ટ્સ બેંકમાં કઈ-કઈ ગેરરીતિઓ જોવા મળી છે.

Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધનું એક મુખ્ય કારણ યોગ્ય ઓળખ વિના બનાવવામાં આવેલા કરોડો ખાતા હતા. આ ખાતાઓ હેઠળ કેવાયસી(KYC) પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી. એટલું જ નહીં, તેણે ઓળખ વિના કરોડો રૂપિયાના વ્યવહારો પણ કર્યા હતા, જેના કારણે મની લોન્ડરિંગ (Money Laundering)નો ભય ઉભો થયો હતો.

A. 1 પાન કાર્ડ પર 1000 બેંક ખાતા!

અહેવાલ મુજબ, RBI દ્વારા પ્રતિબંધ લાદવાનું સૌથી મોટું કારણ એ હતું કે, Paytm પેમેન્ટ્સ બેંક હેઠળ 1,000થી વધુ વપરાશકર્તાઓના ખાતા એક પાન કાર્ડ (PAN) સાથે લિંક કરવામાં આવ્યા હતા. વધુમાં, RBI અને ઓડિટર્સ બંને દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, Paytm બેંક નિયમોનું પાલન કરી રહી નથી.

  • Paytm પેમેન્ટ્સ બેંકની તપાસ કરવામાં આવશે

મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ શનિવારે કહ્યું હતું કે, “જો ભંડોળના ગેરઉપયોગના કોઈ પુરાવા મળશે તો ED પેટીએમ પેમેન્ટ્સ બેંકની તપાસ કરશે. આ દરમિયાન, Paytmએ સ્પષ્ટ કર્યું કે, કંપની અને One97 કોમ્યુનિકેશનના CEO વિજય શેખર શર્મા મની લોન્ડરિંગ માટે EDની તપાસ હેઠળ રહેલા નથી. કંપનીએ વધુમાં કહ્યું કે, “કેટલાક વેપારીઓની પૂછપરછનો વિષય છે. બેંક આવી બાબતોમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે.”

B. Paytmએ ટ્રેડિંગ મર્યાદા ઘટાડી

ભારતના સ્ટોક એક્સચેન્જો એવા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ ડિજિટલ પેમેન્ટ કંપની Paytm (Paytm Share Price)ના શેર માટે દૈનિક ટ્રેડિંગ મર્યાદા (Paytm Daily Trading Limit) ઘટાડીને 10% કરી છે. છેલ્લા બે દિવસમાં કંપનીના શેરમાં 40 ટકાનો ઘટાડો થયો છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

C. પેમેન્ટ્સ બેંકમાં 31 કરોડ નિષ્ક્રિય ખાતા

ઉલ્લેખનીય છે કે, Paytm પેમેન્ટ્સ બેંક પાસે લગભગ 35 કરોડ ઈ-વોલેટ્સ છે. તેમાંથી લગભગ 31 કરોડ સક્રિય નથી, જ્યારે લગભગ 4 કરોડ જ કોઈ રકમ અથવા ખૂબ ઓછી રકમ સાથે ચાલી રહ્યા છે. તેનો અર્થ એ છે કે, મોટી સંખ્યામાં નિષ્ક્રિય એકાઉન્ટ્સ છે. જ્યારે લાખો ખાતાઓમાં KYC અપડેટ પણ કરવામાં આવ્યું નથી.

D. 2 અબજ ડોલરનું નુકસાન

RBIના નિર્દેશને પગલે, Paytm બ્રાન્ડની માલિકી ધરાવતી One97 Communications Limitedના શેર છેલ્લા બે દિવસમાં 40 ટકા ઘટ્યા છે. શુક્રવારે BSE પર શેરનો ભાવ 20 ટકા ઘટીને રૂ. 487.05 થયો હતો. કંપનીનું માર્કેટ કેપ બે દિવસમાં રૂ. 17,378.41 કરોડ ઘટીને રૂ. 30,931.59 કરોડ થયું છે.

આ પણ જુઓ: Paytm FASTag 29 ફેબ્રુઆરી પછી કામ નહીં કરે,  તેને બંધ કરવા માટે શું કરવું?

Back to top button