ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

UPI પેમેન્ટમાં સર્જાઇ સમસ્યા, કરોડો યૂઝર્સ ફસાયા, જોકે હવે ખામી દૂર કરાઇ

Text To Speech

નવી દિલ્હી, 28 માર્ચ, 2025: UPI સેવામાં ગઇકાલે એક મોટી ટેકનિકલ સમસ્યા જોવા મળી રહી હતી. હજારો વપરાશકર્તાઓને પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમાં GooglePay અને PhonePe પણ સમાવેશ થતો હતો. જેના કારણે ઘણા યુઝર્સ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આ બાબતે સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે પોતાની સમસ્યાઓ વ્યક્ત કરી હતી. ઘણા લોકોએ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરી અને જણાવ્યું હતુ કે તેઓ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જોકે મોડી રાત્રે NPCIએ એક નિવેદન જારી કરતા જણાવ્યું હતુ કે હવે તે સેવા રિસ્ટોર થઇ ગઇ છે.

શા માટે UPI પેમેન્ટ સર્વિસ આઉટેજ આવી છે?

ડાઉનડિટેક્ટરના રિપોર્ટ અનુસાર, ગઇકાલે સાંજે 7 વાગ્યાથી આ સમસ્યા થઈ રહી છે. જેના કારણે 23,000 જેટલી ફરિયાદો નોંધાઈ હતી. આમાંના ઘણા વપરાશકર્તાઓ પૈસા મોકલવામાં અને કેટલાક મેળવવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ આઉટેજને કારણે 82 ટકા યુઝર્સને પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 13 ટકા યુઝર્સ ફંડ ટ્રાન્સફર કરવામાં અને 4 ટકા યુઝર્સ એપનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.

સૌથી વધુ અસર પેમેન્ટ એપ્સ અને બેન્કિંગ સેવાઓ પર

UPI બંધ થવાથી ઘણી ડિજિટલ પેમેન્ટ એપ્સ અને બેંકિંગ સેવાઓને અસર થઈ હતી. Google Pay યુઝર્સે પેમેન્ટમાં સૌથી વધુ સમસ્યાઓ (72%) નોંધાવી હતી, જ્યારે 14% ને વેબસાઇટ્સ એક્સેસ કરવામાં અને 14% ને એપ્સ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. Paytm પર સમાન સમસ્યાઓ જોવા મળી હતી, જ્યાં 86% ફરિયાદો ચુકવણી નિષ્ફળતાને લગતી હતી. તે જ સમયે, 9% વપરાશકર્તાઓને લૉગિનમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને 6% લોકોએ ખરીદી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

UPI લોકપ્રિય પેમેન્ટ સેવા

ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એક લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ સેવા છે. જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા બનાવવામાં આવ્યું છે. આ સેવા લાખો ભારતીયોને કોઈપણ મુશ્કેલી વિના મોબાઈલ ફોન દ્વારા નાણાં મોકલવા અને પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. UPI દ્વારા, લોકો સરળતાથી ઓનલાઈન શોપિંગ, બિલ પેમેન્ટ, મની ટ્રાન્સફર અને અન્ય ઘણા વ્યવહારો કરી શકે છે.

આ પણ વાંચોઃ Video : અમદાવાદના પોશ વિસ્તાર શેલા Sky City Townshipમાં લુખ્ખાઓ બેફામ બન્યા, જાહેરમાં યુવક પર હુમલો કરી માથું ફોડી નાખ્યું

Back to top button