ઉત્તર ગુજરાત

બાકી વેરા ભરી દો, નહિ તો પાલનપુર તાલુકાની ગ્રામ પંચાયતો સુવિધાઓ બંધ કરશે

Text To Speech

પાલનપુર: પાલનપુર તાલુકાના ગામોમાં વસવાટ કરતા નાગરીકો અને વહેપારીઓને તાલુકા વિકાસ અધિકારીએ જમીન મહેસૂલ, કેળવણી શેષ તથા વહેપારીઓનો લાંબા સમયથી બાકી રહેલો વ્યવસાય વેરોભરી દેવા તાલુકા વિકાસ અધિકારીએ તાકીદ કરી છે. નહિ તો ગ્રામ પંચાયત દ્વારા અપાતી સુવિધાઓ અટકાવી દેવાશે તેમ જણાવ્યું હતું.

વેરો ગ્રામ પંચાયતમાં ભરી દેવા ટીડીઓ દ્વારા જાહેર સૂચના અપાઇ

પાલનપુરના તાલુકા વિકાસ અધિકારીએ તાલુકાના ગામોના નાગરિકોને તાકીદ કરી છે કે, તમારી બાકી જમીન મહેસૂલ, કેળવણી શેષ અને વ્યવસાય વેરો તરત જ તમારી ગ્રામ પંચાયતમાં તલાટીનો સંપર્ક કરી ભરી દેવો. તા. ૩૧ જુલાઇ મહેસૂલી વર્ષ પૂર્ણ થવાને આરે છે, જેથી નાગરીકો દ્વારા આવા વેરાઓ દિન ૧૦માં ભરવામાં નહી આવે તો ના છુટકે જમીન મહેસૂલ વહીવટની કલમ-૧૫૪ મુજબ ગ્રામ પંચાયત દ્વારા અપાતી પાણી, સફાઇ, સ્ટ્રીટલાઇટની સુવિધાઓ તેમજ કોમર્શિયલ પાણીના કનેકશન વિગેરે સુવિધાઓ અટકાવી રેવન્યુ રાહે વસુલાત કરાશે.

Back to top button