શરીર આપે આ ચાર સંકેત તો ધ્યાન આપજો, કિડનીની બીમારીથી બચી જશો


નવા વર્ષમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે. વ્યક્તિની બેદરકારી તેના માટે જોખમી બની શકે છે. સ્વસ્થ્ય રહેવા માટે સૌથી મહત્વનું હોય છે કે તમે શરીરના સંકેતોને ઓળખો. આપણું શરીર આપણને અનેક સંકેત આપે છે. આ સંકેત શરીરના અંગોમાં સર્જાતી ખામી દર્શાવે છે. આજે આપણે જાણીએ કિડની સંબંધીત શરીરના લક્ષણો વિશે. આ સંકેતો પ્રત્યે બેદરકારી દાખવવી જોખમી સાબિત થઈ શકે છે.
1. જ્યારે શરીર નબળાઈ અનુભવે અને થાક લાગે તો તેના પ્રત્યે બેદરકાર ન રહો. આવી સ્થિતિમાં સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરો. કારણ કે આ લક્ષણો કિડનીમાં થતી સમસ્યાના હોય શકે છે.
2. વારંવાર યૂરીન પાસ કરવા જવું પડે તો ડોક્ટરની સલાહ લેવી. કિડની શરીરના તરલ પદાર્થો અને ઝેરી દ્રવ્યોને બહાર કાઢે છે. આ તરલ પદાર્થ શરીરમાં લાલ કોશિકા તરીકે હોય છે. કિડનીનું કામ રક્તમાં ખનિજ પદાર્થોની સપ્લાઈ સુધારવાનું હોય છે. જો અચાનક તમને તમારી ત્વચા ખરબચડી લાગે, ત્વચામાં બળતરા અને ખંજવાળ આવે તો ડોક્ટર પાસે જવું અને ચેકઅપ કરાવવું.
3. જો કિડનીમાં સમસ્યા હોય અને રક્ત સારી રીતે સાફ ન થાય ત્યારે પેશાબમાં અનફિલ્ટર રક્ત આવે છે. તેવામાં કિડનીમાં ચેપ અથવા પથરી થઈ શકે છે. તેવામાં વારંવાર પેશાબ જવું પડે, ત્વચા ખરાબ થઈ જાય, થાક લાગે, નબળાઈ આવી શકે છે તેના પ્રત્યે બેદરકાર ન રહેવું.
4. ભૂખ ન લાગવી તે પણ કિડનીમાં તકલીફનો સંકેત હોય છે. કિડની સારી રીતે કામ ન કરે તો શરીરમાંથી ટોક્સિન બહાર નીકળતા નથી અને વ્યક્તિને ભૂખ લાગતી નથી. જો રોજ તમને ભૂખ ન લાગે તો કિડનીનું ચેકઅપ જરૂરથી કરાવવું.