ગુજરાત

ભાવનગરનાં મૃત્યુ પામેલા બે સફાઈ કર્મીઓના પરિવારને 30 લાખનું વળતર ચૂકવોઃ કોંગ્રેસની માંગ

ભાવનગરઃ (Bhavnagar)શહેરમાં ડ્રેનેજની સફાઈ માટે ગટરમાં ઉતરેલા કર્મચારી ગૂંગળાઈ જતાં બેભાન થઈ ગયો હતો.(Drainage) જેથી તેને બચાવવા માટે મ્યુનિસિપાલિટીનો સફાઈ કામદાર ગટરમાં ઉતર્યો હતો. આ દરમિયાન તેને પણ ગેસની અસર થતાં તે પણ ગૂંગળાયો હતો. (Sweeper death) બંને જણાને ગટરમાંથી બહાર કાઢવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. (police) ફાયરના જવાનોએ બંને જણાને રેસ્ક્યૂ કર્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. (congress)સારવાર દરમિયાન બચાવવા માટે ગયેલા સફાઈ કામદારનું મૃત્યુ નિપજ્યું હતું. (30 lakh compensation)હવે આ ઘટનામાં કોંગ્રેસે માંગ કરી છે કે, મૃતકના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ૩૦ લાખ જેટલું વળતર સત્વરે ચુકવવામાં આવે.

૩૦ લાખ જેટલું વળતર સત્વરે ચુકવવામાં આવે
કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, ભાવનગરની ઘટનામાં જવાબદાર મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ, ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ ઇન્સ્ટીટયુટ’ના અધિકારી પર મેન્યુઅલ સ્કેવેન્જીંગ એક્ટ અંતર્ગત ફોજદારી ગુન્હો દાખલ કરે, મૃતક પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ૩૦ લાખ જેટલું વળતર સત્વરે ચુકવવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે.

છેલ્લા 6 માસમાં 7 જેટલા સફાઈકર્મીઓના મોત થયા
હિરેન બેન્કરે વધુમાં જણાવ્યું હતું કે, ભરૂચમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારોના મૃત્યુ, વલસાડના ઉમરગામમાં ખાળકૂવાની સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિ, રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કામ કરતા ગેસ ગળતરથી બે શ્રમિકના મૃત્યુ થયા હતા. છેલ્લા 6 માસમાં 7 જેટલા સફાઈકર્મીઓના મૃત્યુ થયા છે. ગુજરાતમાં ભૂગર્ભ ગટર -ખાળકુવા સાફ કરતા ઉતરેલા સફાઈ કર્મચારીના ઝેરી ગેસ ગળતર, ગુંગળામણથી મૃત્યુની ગંભીર ઘટનાઓ સતત સામે આવી રહી છે.

બચાવ માટે ગટરમાં ઉતરેલા રાજુભાઈ વેગડનું મૃત્યુ
ભાવનગર શહેરમાં ગઈકાલે વાઘાવાડી રોડ પર સ્થિત મરીન રિસર્ચ સેન્ટ્રલ સોલ્ટ એકમની ડ્રેનેજ લાઈનમાં સફાઈ માટે એક કામદાર ગટરમાં ઉતર્યો હતો. ગટરમાં ઝેરી ગેસનું ગળતર થતાં કામદારને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તે બેભાન થઈ ગયો હતો. આ દરમિયાન ત્યાં મ્યુનિસિપાલિટીનો સફાઈ કામદાર તેને બચાવવા માટે ગટરમાં ઉતર્યો હતો ત્યારે તેને પણ ગેસની અસર થતાં બંનેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે બંને જણાનું રેસ્ક્યૂ કર્યું હતું અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં બચાવ માટે ગટરમાં ઉતરેલા રાજુભાઈ વેગડનું મૃત્યુ થયું હતું.

Back to top button