ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પવન સિંહનો આસનસોલથી લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર, ભાજપે બનાવ્યા હતા ઉમેદવાર

Text To Speech
  • પવન સિંહે ટ્વિટર પર પોસ્ટ શેર કરીને ચૂંટણી ન લડવા અંગેની માહિતી આપી

આસનસોલ(પશ્ચિમ બંગાળ), 3 માર્ચ: ભોજપુરી સ્ટાર પવન સિંહ દ્વારા આજે આસનસોલ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પવન સિંહને આસનસોલ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે ભોજપુરી સ્ટાર પવન સિંહે X(ટ્વિટર) પર પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી. જેમાં લખ્યું છે કે, હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કરી અને મને આસનસોલથી ઉમેદવાર તરીકે જાહેર કર્યો, પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં.” ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ ગઇકાલે શનિવારે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પવન સિંહનું નામ પણ સામેલ હતું.

શનિવારે ટિકિટ મળતાં જ કરી હતી ઉજવણી

હકીકતમાં, શનિવારે ભારતીય જનતા પાર્ટીએ પવન સિંહને પશ્ચિમ બંગાળની આસનસોલ સીટ માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. નામ જાહેર થયા બાદ તેમના સમર્થકો પણ એક વીડિયોમાં તેમની સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. જેમાં આજે નવો વળાંક આવ્યો છે અને તેમણે આસનસોલ બેઠક પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે પોતાની પોસ્ટમાં ટીએમસી પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. તેમણે TMC નેતાઓ પર પાયાવિહોણા આરોપો લગાવવાની વાત કરી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, તેમણે એવું કોઈ ગીત ગાયું નથી જેનાથી બંગાળની સભ્યતા અને નાગરિકોને ઠેસ પહોંચે.

પવન સિંહની અંદાજિત નેટવર્થ 6-8 મિલિયન ડોલર!

 

ઉલ્લેખનીય છે કે, અભિનેતામાંથી રાજનેતા બનેલા TMC સાંસદ શત્રુઘ્ન સિંહા બંગાળના આસનસોલથી સાંસદ છે અને તેમની સાથે સ્પર્ધા કરવા માટે ભાજપે ભોજપુરી સ્ટાર પવન સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. પવન સિંહની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને ફિલ્મોમાં તેની એક્ટિંગ અને સિંગિંગની સાથે તેની સંપત્તિ પણ કરોડોમાં છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પવન સિંહની અંદાજિત નેટવર્થ 6-8 મિલિયન ડોલર (આશરે રૂ. 50-65 કરોડ) છે. પવન સિંહની ગણતરી ભોજપુરી સિનેમાના સૌથી મોંઘા કલાકારોમાં થાય છે.

આ પણ જુઓ: વિવાદિત નિવેદનબાજી કરનારા આ 4 સાંસદોનું ભાજપે પત્તું કાપ્યું

Back to top button